– ખુદ સરકારનો સંસદમાં સ્વીકાર: કાશ્મીરના ડોડા જીલ્લામાં રામવનમાં અનેક વિસ્તારોમાં આવાસોમાં પણ તિરાડ જોવા મળી.
ઉતરાખંડમાં જોશીમઠ સહિતના વિસ્તારોમાં જે રીતે જમીન ઘસી પડી અને હજારો લોકોનું સ્થળાંતર કરવુ પડયુ તથા સેંકડો ઈમારતોનો ધ્વંશ કરવો પડયો તે સ્થિતિ હવે કાશ્મીરમાં પણ બની રહી છે અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં રામવન સહિતના ઘરોમાં તિરાડો પડવા લાગતા અંદાજે 100 લોકોને અન્યત્ર વસાવવા પડયા છે.
- Advertisement -
તો બીજી તરફ સરકારે સંસદમાં અત્યંત ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે હિમાલયન વિસ્તાર એ અસ્થિર બની રહ્યો છે અને તેના કારણે આ જમીન ઘસી પડવાના કારણે સ્થિતિ સર્જાય છે.
સરકારે સંસદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અર્થસાયન્સ મંત્રાલય સમગ્ર પરિસ્થિતિ પર અભ્યાસ કરી રહ્યું છે.જોકે આડેધડ થયેલા બાંધકામો અંગે સરકારે હજુ મૌન સેવ્યુ છે.પરંતુ સમગ્ર હિમાલય ક્ષેત્રમાં આ પ્રકારની પરિસ્થિતિ હોવાનો આડકતરી રીતે સ્વીકાર કર્યો છે.જોકે હજુ સુધી આ વિસ્તારોમાં બાંધકામ સહીતની કામગીરી પર પ્રતિબંધ મુકાયો નથી.
જોશીમઠમાં અત્યાર સુધીમાં 1000 જેટલા સહીતના બાંધકામોમાં તિરાડ સહીતનું નુકશાન જણાતા તેને તોડી પાડવામાં આવ્યા છે.પરંતુ હિમાલય ક્ષેત્રના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ હોવાનું અર્થશાસ્ત્રી મંત્રીએ પણ સ્વીકાર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારના બાંધકામો પર પ્રતિબંધ મુકાશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.
- Advertisement -
ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં રામવન સહિતના વિસ્તારોમાં નેશનલ હાઈવે ઓથોરીટીના કોન્ટ્રાકટરો દ્વારા માર્ગ બાંધકામ સહીત માટે જે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે પણ નુકશાન વધ્યુ છે.