હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામમાં પૂરના પાણી ઘૂસી જવાથી ઘર નષ્ટ થઇ ગયા છે. કેટલાય પ્રોજેક્ટને નુકશાન પહોંચ્યું છે. મણિકર્મમાં પણ એક ટુરિસ્ટ કેમ્પને ભારે નુકશાન થયું છે.
સ્થાનિક પોલીસએ જણાવ્યું કે, બુધવારના કુલ્લુમાં વાદળ ફાટવાની ઘટના બનતા મણિકર્મમાં પુરની સ્થિતિ સર્જાય. જેના કારણે પરિસ્થિતિ કાબુની બહાર છે.
- Advertisement -
પ્રસાશન લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં લાગી ગઇ છે. આશરે 6 લોકો આ પુરમાં ગુમ થયા છે, તેમની શોધખોળ ચાલુ છે. સાથે જ 7 ઘરને બહુ ભારે નુકશાન થયું છે. પુરના કારણે ડેમના પાણીને છોડવામાં આવ્યું નથી. સાથે જ લોકોને નદીના કિનારે નહીં જવા પર વિનંતી કરવામાં આવી છે.
મળેલી જાણકારી મુજબ, કુલ્લુમાં વાદળ ફાટવાથી કેટલીય નદીમાં પુરની સ્થિતિ બની છે. જેના પગલે કેટલાય ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જયારે પાર્વતી નદીનું વોટર લેવલ વધવાથી સંકટમાં વધારે થયો છે, કારણકે નદીનું પાણી આસપાસના ગામમાં પહોંચી ગયું છે.
- Advertisement -
#WATCH | Himachal Pradesh: Flash flood hits Manikaran valley of Kullu district due to heavy rainfall, dozens of houses and camping sites damaged in Choj village: SP Kullu Gurdev Sharma pic.twitter.com/NQhq8o8JXC
— ANI (@ANI) July 6, 2022