મહારાષ્ટ્રમાં 3000થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ, વરસાદ-પૂરને કારણે 104 લોકોના મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મંગળવારે બપોરે 12 વાગ્યા પછી દિલ્હીનું હવામાન બદલાયું. શહેરના ઘણા ભાગોમાં, જેમાં નોર્થ એવન્યુ, મંડી હાઉસ અને ગાંધીનગર વિસ્તારમાં ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. બુધવારે ગુજરાતના અનેક ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં અનેક ઘરોને નુકસાન થયું હતું. દ્વારકામાં કલ્યાણપુરથી પોરબંદરને જોડતો હાઈવે પાણીમાં ડૂબી ગયો હતો. કલ્યાણપુર નજીક એક કાર તણાઈ ગઈ હતી. વડોદરામાં ગરબા મંડપ ધરાશાયી થયા હતા. મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓના 3,050 ગામડાઓ પૂરથી અસરગ્રસ્ત થયા છે. 1 જૂનથી 29 સપ્ટેમ્બર સુધીમાં, વરસાદ અને પૂરને કારણે 104 લોકોના મોત થયા છે. નાંદેડમાં સૌથી વધુ 28 લોકોના મોત નોંધાયા છે. સંભાજીનગર, બીડ, હિંગોલી, જાલના, ધારાશિવ, પરભણી અને લાતુરમાં પણ મૃત્યુ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નિર્ધારિત સમયપત્રક મુજબ, ચોમાસુ 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિદાય લેશે તેવી ધારણા છે. ગયા વર્ષે પણ ચોમાસુ 15 ઓક્ટોબરે જ વિદાય લીધું હતું. 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીના વરસાદને ચોમાસાલક્ષી ગણવામાં આવે છે. આ પછી પણ છૂટાછવાયા વરસાદ ચાલુ રહે છે.
આજે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજથી લઈને 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે કઈજ-3 લગાવવામાં આવ્યું છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. જામનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉના પંથકમાં ઉપરવાસ વરસાદને પગલે ખેતરાઉ પાણી આવતા દેલવાડા નજીકના ગુપ્તપ્રયાગ તીર્થ સ્થાનનું પ્રયાગરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
- Advertisement -
ઊનામાં ગુપ્તપ્રયાગ તીર્થમાં પાણી ઘૂસ્યું: ખંભાતના અખાત પાસે વેલમાર્ક લૉ પ્રેશરથી રાજ્યના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ



