ઓગસ્ટ મહિનામાં 22 દિવસ રોપ-વે બંધ રહ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે છેલ્લા 3 દિવસથી બંધ રહ્યો છે. રોપ-વે આમ છેલ્લા એક મહિનામાં રર દિવસ ભારે પવનના કારણે બંધ રાખવાની ફરજ પડી હતી. ગિરનાર પર્વત પર છેલ્લા એક મહિનાથી ભારે પવનના કારણે રોપ-વે બંધ રાખવા કંપનીએ નિર્ણય કર્યો હતો. ત્યારે ઓગસ્ટ માસની શરૂઆતથી જ 80 કિલોમિટરથી વધુની ઝડપે પવન ફુંકાતા મહિનામાં કુલ રર દિવસ ભારે ભવનના કારણે રોપ-વે બંધ રહ્યો હતો. જેના લીધે દૂર દૂરથી આવતા ભાવિકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક ભાવિકોએ સીડીનો સહારો લઇ ગિરનાર પર આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કર્યા હતા.



