માલવીયા ચોક પ્રમુખ સ્વામી આર્કેડમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો
લોહીના વેપલામાં ધકેલાયેલી અલગ-અલગ રાજયની 8 યુવતીઓ મુક્ત કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના ઉપ્પર પોલીસે રીતસરની ધોંસ બોલાવ હોય તેમ માલવીયા ચોક પાસે પ્રમુખ આર્કેડમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક કુટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલક સહીત બે શખસોને ઝડપી લઈ તેની પાસેથી રોકડ-ત્રણ મોબાઈલ સહિત 22 હજારની મતા કબજે કરી અલગ-અલગ રાજ્યની 8 યુવતીઓને મુક્ત કરાવી છે.
ગ્રાહકો પાસેથી અઢીથી પાંચ હજાર લઈને યુવતીઓને 1000 આપતા હોવાનુ બહાર આવતા એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
રાજકોટના માલવીયા ચોકમાં આવેલ પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈડ્રીમ વેલનેશ સ્પામાં દેહ વેપાર ચાલતો હોવાની માહીતીને આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી આઈ ભાર્ગવસિંહ જનકાંત સહીતની ટીમે દરોડો પાડયો હતો.
જેમા પોલીસે સ્પાના સંચાલક દ્વારકા રહેતો જેન્તી ગોવા વાઘેલા અને કર્મચારી રાજકોટમાં કાલાવાડ રોડ પર ચંદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતો નેપાળી પરિથીવી રામ સીંગની અટકાયત કરી પુછતાછ કરી હતી
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ગ્રાહકો પાસેથી શરીર સબંધ માટે અઢીથી પાંચ હજાર લેતા હોવાનું જાણવા મળ્યું હતું.
સ્પા છેલ્લા ત્રણેક વર્ષથી ચલાવતા હોય જેમાં ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, વેસ્ટબંગાલ અને ગુજરાત સહીતના રાજ્યની 8 યુવતીઓને રાખી છેલ્લા કેટલાક સમયથી દેહ વેપાર ચાલવતા હોવાનુ રટણ કરતા એ ડીવીઝન પોલીસે ધી ટ્રાફીકીંગ ઈમોરલ એકટ સહીતનો ગુનો નોધી સંચાલક જેન્તી સહીત બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.