ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યણા ગામે રહેતા આ કામના ફરીયાદી એ પોતાની 11 વર્ષની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ થયા અંગેની ફરીયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 376(2)(એફ)(આઈ), 506(2) અને પોકસો એકટ ની કલમ 4 અને 6 મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી રમેશ દેવાભાઈ વાસણની રાણાવાવ પોલીસ ધ્વારા તા. 17/06/2017 ના રોજ ઘરપકડ કરવામા આવેલ જે કેસ ચાલી જતા નામ. પોકસો અદાલતના જજ સાહેબશ્રીએ આ કામના આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામ સબબ 10 વર્ષ કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો.
- Advertisement -
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામમાં પોરબંદરના રાણાવાવ તાલુકાના આદિત્યણા ગામે રહેતા એવા ભોગ બનનારના માતાએ ગત તારીખ 15/06/2017 ના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાની 11 વર્ષ ની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ કરવા અંગેની આઈપીસી કલમ 376(2)(એફ) (આઈ), 506(2), તથા પોકસો એકટની કલમ 4 અને 6 મુજબની ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદમાં તે વિગતો જણાવેલી કે પોતાની સગીર વયની પુત્રી માસીક ધર્મમાં આવેલ ન હોય જેના દસક દિવસ બાદ ફરીયાદીને શંકા જતા પોતાની સગીર વયની પુત્રીનો પેશાબ એક બોટલમાં લઈ સરકારી દવાખાને ચેક કરાવા ગયેલ અને ત્યાં પેશાબ ચેક કરી તેમની ભોગબનનાર દિકરી ગર્ભવતી છે તેવું જણાવવામાં આવતા પોતે ભોગબનનાર ઉદાસ હોય તેને બનાવ બાબતે પુછતા રમેશકાકા રસ્તા મળેલા અને કહેલ કે રાતના ઘરે આવજે મારે કામ છે.
જેથી હું રાતના રમેશકાકાના ઘરે ગયેલી અને ત્યાં રમેશકાકાએ સટરવાળી દુકાનની અંદર લઈ ગયેલા અને મારી ઈચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધેલો અને વાત કોઈને કહેતી નહી નહીતર જાનથી મારી નાખીશ તેવું જણાવેલું જે ફરીયાદના અનુંસંધાને પોલીસ ધ્વારા આરોપીની ધરપકડ કરીને પોરબંદર સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબ સમક્ષ રજુ કરતા પોકસો કોર્ટના જજ સાહેબે ન્યાયીક હીરાસતમા મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. જે કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-22 સાહેદોને તપાસવામાં આવેલ તેમજ 37-ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ આ કામમાં અતિ મહત્વના ગણતા સાહેદ એટલે કે ભોગ બનનાર ની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકત મુજબની જુબાની આપેલ તેમજ ફરીયાદીએ પણ બનાવને સમર્થનકારી જુબાની આપેલ જેથી પોકસો અદાલતના જજ સાહેબશ્રીએ તા. 01/01/2024 ના રોજ આરોપીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ 376(2) તથા પોકસો એકટની કલમ 6 ના કામે 10 વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવેલ જેની સામે આરોપીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરેલી જેમાં ભોગબનનારે ડોકટર રૂબરૂ અલગ અલગ બનાવની હિસ્ટ્રી આપેલ હોય તેમજ મેડીકલ એવીડન્સથી પણ આ બનાવને સમર્થન મળતું ન હોય અને ડોકટરે ભોગબનનાર પર કોઈ જ શારીરિક હુમલો થયેલ ન હોય તેવો અભિપ્રાય આપેલ હોય તેમજ ભોગબનનારના પરીવારને હાલના આરોપી સાથે અગાઉ ઝગડાઓ થયેલા જેથી જુના મનદુ:ખ ના કારણે ખોટો કેસ ઉભો કરેલો તેવી દલીલ કરવામાં આવેલી જેના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટની સીંગલ બેન્ચે રેકર્ડ પર રજુ થયેલ પુરાવા પરનું બારીકાઈથી અવલોકન કરી આરોપી સામે પોકસોના ગુન્હામાં થયેલ 10 વર્ષની કેદની સજાનો હુકમ સસ્પેન્ડ કરી તાત્કાલીક અસરથી આરોપી રમેશ દેવાભાઈ વાસણને જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામમા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા યોગેશ એ. જાદવ તથા મદદગારીમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.