હવે જેણે ઑનલાઈન સુનાવણીમાં જોડાવું હશે તેના માટે ચોક્કસ વર્તનની તાકીદ
કયા સ્થળોએથી, કેવી રીતે એપિયર થવું તે નક્કી થયું, ઉલ્લંઘનના કિસ્સામાં ક્ધટેમ્પ્ટ થશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાત હાઇકોર્ટમાં કેસની ઓનલાઇન વર્ચ્યુઅલ સુનાવણીમાં ટોયલેટમાંથી કે, સીગારેટ પીતાં પીતાં કે, બિયરના મગમાં ડ્રીંક કરતાં અપીઅર થવાની તાજેતરની ઘટનાઓ બાદ ગુજરાત હાઇકાર્ટ દ્વારા વર્ચ્યુઅલ હાઇબ્રીડ સુનાવણી માટે નવી અને સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) જારી કરવામાં આવી છે. જે મુજબ, હવે ઓનલાઈન મોડ પર કોર્ટ કાર્યવાહીમાં જોડાવા માંગતા તમામ સહભાગીઓને વેઇટિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. સહભાગીઓએ કોર્ટની ગરિમા અને શિષ્ટાચારને અનુરૃપ વર્તન કરવાનું રહેશે. શિસ્તબધ્ધ વર્તન સાથે અને યોગ્ય વાતાવરણ તેમ જ સ્થળ કે જગ્યાએથી તેઓ ઓનલાઈન સુનાવણીમાં હાજરી આપી શકશે. આ એસઓપીના ભંગ બદલ સહભાગીઓ અદાલતી તિરસ્કારને પાત્ર ઠરશે.
હાઈકોર્ટની નવી જઘઙના મુખ્ય મુદ્દા
વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાવા માંગતા વકીલો-પક્ષકારોએ ચોક્કસ નામ અને વિગતો દર્શાવવાના રહેશે.
કોર્ટ માસ્ટર આ નામો વેરિફાય કરે પછી જ પ્રવેશ આપવાનો રહેશે.
આ સિવાય તેઓને હાઇબ્રીડ સુનાવણીમાં પ્રવેશ મળશે નહીં.
કોર્ટ માસ્ટર વેઇટિંગ રૂમમાં ઉપલબ્ધ તમામ વ્યકિતઓને વર્ચ્યુઅલ સુનાવણીમાં પ્રવેશ આપશે.
વર્ચ્યુલ સુનાવણીમાં વકીલોએ ડ્રેસ કોડ પહેરેલો હોવો જોઇએ.
ડ્રેસ કોડ વિનાના વકીલના સુનાવણીના રાઈટ્સ રદ થશે.
અરજદારો કે પક્ષકારો પમ યોગ્ય રીતે પોષાક પહેરવેશમાં હોવા જોઇશે.
હાઇકોર્ટની લાઇવ સ્ટ્રીમીંગ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવાની નિયમો મુજબ મંજૂરી નથી.