ખાસ-ખબર સંવાદદાતા
ક્ધટેમ્પ્ટ બદલ હાઇકોર્ટ પોરબંદરના એસ.પી. રવિ મોહન સૈની અને કિર્તી મંદિર પોલીસ મથકના પો.ઇન્સને રૂા.પાંચ હજારનો દંડ ફટકારતા ચકચાર ફેલાઇ છે. અરજદાર પ્રકાશ સોલંકીની ફરિયાદ ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. અરજદાર અને તેની બહેનને કીર્તિમંદિર પોલીસ મથકમાં માર મારવા અને બીભત્સ ગાળો ભાંડવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં ક્રિમીનલ એપ્લિકેશ પર વર્ષ 2022માં કાર્યવાહી કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. છતા હાઈકોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા કોર્ટે દંડ ફટકર્યો છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગત તા.16-3-2020 ના રોજ પ્રકાશ પાંચાભાઇ સોલંકી તથા તેમના બહેનને પોલીસ દ્વારા માર મારી ગાળો આપવામાં આવી હતી. જેને પગલે તત્કાલીન પીઆઇ જે બી કરમુર, કોન્સ્ટેબલ ભરત સિંગરખીયા અને મુકેશ માવદીયા સામે પ્રકાશ પાંચાભાઇ સોલંકી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા પ્રકાશ સોલંકી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.