મોડી ફરિયાદ દાખલ કરવાનો સંતોષકારક ખુલાસો FIRમાં કરવામાં આવેલો નથી – હાઈકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.02
- Advertisement -
રાજકોટ શહેરમા વાવડી ગેઈટ ની સામે આવેલ કારખાનામાં માલીકની ગેરહાજરીનો લાભ લઈ સીડીએથી ત્રીજા માળે જવાની જગ્યાએ ગુજરનારે તેણીની પુત્રીએ મગાવેલ પાણીની બોટલ આપવા માટે ટુકો રસ્તો અપનાવી કારખાનામાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ લીફટમા ઉભા રહી લીફટ ચાલુ કરતી વખતે નીચે ઉભેલા વ્યકિત સાથે માથુ જુકાવી વાતચીત કરતા હતા દરમીયાન ઉપર છત આવી જતા માથુ ફસાઈ જતા ગુજરનાર ગીતાબેન રમેશભાઈ દયાતર નુ મોત નીપજતા તે સબંધે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મનુષ્ય સાપરાધ વધ ના ગુનામા ધરપકડ પામેલ આરોપી પીયુષ દેવચંદભાઈ ખુંટ ને હાઈકોર્ટે રેગ્યુલર જામીનપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો આરોપી પીયુષ દેવચંદભાઈ ખુંટ પોતાના કબજા વાળા કારખાનામા ઉપરના માળે અવર જવર કરવા માટે લીફટ રાખેલ હોય જે લીફટમાં કોઈ સેફટીના સાધનો કે લીફટ મેઈન્ટેનસ અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા કરેલ ન હોય અને સદરહુ લીકટના ઉપયોગ થી કોઈ નુ મૃત્યુ નીશ્ચીત પણે થઈ શકે તેવુ સંભવ હોવાનુ જાણવા છતા જોખમી લીફટ ગેરકાયદેસર રાખી કારખાનાના મજુરોને લીફટમાં અવર જવર માટે ઉપયોગ કરાવી બેદરકારી દાખવતા લીફટ ના ઉપયોગ વખતે ફરીયાદી ની માતા ગીતાબેનનું માથુ લીફટમાં ફસાઈ જતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેણીનુ મોત નીપજતા ગુજરનારના પુત્રી કૃપાલીબેન રમેશભાઈ દયાતરે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમા કારખાનેદાર પીયુષભાઈ ખુંટ વિરૂધ્ધ મનુષ્ય સાપરાધ વધ ને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનાના કામે ધરપકડ પામેલ કારખાનેદાર પીયુષભાઈ ખુંટે જામીન પર મુકત થવા સેસન્સ અદાલતમાં કરેલી જામીન અરજી રદ થતા તે હુકમ હાઈકોર્ટમાં પડકારી રજુઆત કરવામાં આવી હતી. બનાવ તા. 15/02/2024ના બન્યો બનાવ ની તા.01/04/2024ના રોજ એફ.આઈ.આર દાખલ કરી જે મોડી ફરીયાદમાં કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો નથી.
દોઢ માસ મોડી ફરીયાદ સબંધે અરજદારે જુદી જુદી એજન્સીઓને તપાસમાં સહકાર આપ્યો છે. ઉપરાંત લેબર અદાલતમાં પણ વળતર કમ્પ-સેશન અન્વયે રૂા.ર,50,000/- જમા કરાવ્યું છે. અરજદારને નીવેદનના બહાને બોલાવી બેસાડી દઈ ગુનો દાખલ કરવામાં આવ્યો હોય વિગેરે લંબાણપુર્વકની રજુઆતો કરી જામીન ઉપર મુકત કરવા અરજી કરી હતી.
જેનેક કોર્ટે મંજૂરી આપી દીધી હતી.
- Advertisement -
ઉપરોકત કેસમા અરજદાર કારખાનેદાર પીયુષભાઈ ખુંટ વતી અમદાવાદના પ્રતીકભાઈ જસાણી તથા રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ રોકાયા હતા.