ખાસ-ખબર સંવાદદાતા
ભાજપ લીગલ પ્રેરીત સમરસ પેનલ દ્વારા આગામી તા.22 નાં રોજ આયોજીત રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીનાં સંદર્ભે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા પ્રચાર પુરજોશમાં ચાલી રહયો છે.રાજકોટનાં તમામ મુખ્ય માર્ગો ઉપર સમરસ પેનલનાં કીઓસ્ક, હોર્ડીંગ્સ, ફલેકસ બેનર, સોશીયલ મીડીયામાં વોટ્સઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ, ટેકસ મેસેજ, વોઈસ ઓવર રેર્કોડીંગ દ્વારા પ્રચાર ઉપરાંત તમામ ઉમેદવારો સાથે જીતુભાઈ પારેખની આગેવાની હેઠળ પરિચય પત્રીકા, આમંત્રણ કાર્ડ, પેમ્પલેટ દ્વારા ડોર ટુ ડોર વકિલશ્રીઓની ઓફીસ ખાતે પ્રચારનો ધમધમાટ ચાલી રહયો છે.
પ્રચારનાં તમામ માધ્યમો થકી મતદાર વકીલો સુધી પહોંચવા માટે ટીમ સમરસ દ્વારા અથાગ્ પ્રયત્નો ચાલી રહયા છે અને આ પ્રયત્નોને ખૂબ સુંદર પરિણામ સ્વરૂપ રીસ્પોન્સ પણ મળી રહયો છે. તમામ મતદારો સુધી પહોંચવામાં ટીમ સમરસ સફળ રહી છે ત્યારે મતદારો દ્વારા સમરસ પેનલનાં સમર્થન જંગી મતદાન થશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવી રહયો છે.
સમરસ પેનલનો વિવિધ માધ્યમો થકી હાઈટેક પ્રચાર ચરમસિમાએ
