સાબુના 50 બોક્સમાં કુલ 637.28 ગ્રામ હેરોઇન છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું: મણિપુરથી હેરોઇન લાવવામાં આવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
આસામના કરબી અંગલોગ જિલ્લામાંથી પાંચ કરોડ રૂપિયાથી વધુનુ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે અને એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. આ હેરોઇન મણિપુરમાંથી લાવવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીને આધારે પોલીસે લાહોરીજાન ચોકી વિસ્તારમાં વાહનોની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન એક વાહનમાંથી હેરોઇનનો જથ્થો પકડાયો હતો.
સુપ્રિટેન્ડ ઓફ પોલીસ સંજિબકુમાર સાઇકિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે વાહનોની તપાસ દરમિયાન મોટા પાયે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. મણિપુરર્માંથી આ ડ્રગ્સનો જથ્થો લાવનારા ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ઓપરેશનના વખાણ કરતા મુખ્યપ્રધાન હેમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે પોલીસે સાબુના 50 બોક્સ જપ્ત કર્યા છે જેમાં કુલ 637.28 ગ્રામ હેરોઇન હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરો (એનસીબી)ના માપદંડ અનુસાર જપ્ત કરવામાં આવેલ હેરોઇનનું કુલ મૂલ્ય 5.1 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.