વિશ્ર્વ હિપેટાઈટિસ દિવસ: સી.એમ.ઈ.માં સંશોધન કરાયું, 600થી વધુ લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હેપેટાઇટિસ એક એવો રોગ છે જેમાં લીવરમાં સોજો આવે છે અને ક્યારેક તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ સોજો સામાન્ય રીતે વાયરસને કારણે થાય છે, પરંતુ દારૂ, ખરાબ ખાવાની આદતો, કેટલીક દવાઓ અથવા ગંદકી પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં દર વર્ષે 28 જુલાઈએ વિશ્વ હેપેટાઇટિસ દિવસ (ઠજ્ઞહિમ ઇંયાફશિંશિંત ઉફુ) ઉજવવામાં આવે છે, જેથી લોકોને આ ખતરનાક રોગ વિશે જાગૃત કરી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શીખવી શકાય. આ દિવસ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડો. બરુચ બ્લમબર્ગની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે હેપેટાઇટિસ બી વાયરસ શોધ્યો હતો અને તેની રસી પણ બનાવી હતી.રાજકોટ એઈમ્સ ખાતે હિપેટાઈટિસ વાઈરસ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિપેટાઇટિસ દિવસ અંતર્ગત સી.એમ.ઈ.નું આયોજન કરાયું હતું.
જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને દેશ-વિદેશમાંથી ડોક્ટર સહિત 600થી વધુ લોકો જોડાયા હતા. વાઇરલ હિપેટાઈટિસ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી અને ચેપી રોગ વિભાગ, વાઇરસ સંશોધન અને ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા 3 જી આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સી.એમ.ઈ.નું આયોજન કરાયું હતું. જેમાં વાઇરલ હિપેટાઇટિસની જાહેર આરોગ્ય પર તેની અસર અંગે વધતી જતી વૈશ્વિક અસર પર પરીક્ષણના આધારે સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વાઇરસ હિપેટાઈટિસ નાબૂદી સામે ભારતના મિશનને આગળ વધારવામાં ગુજરાતની ભૂમિકાને મજબૂત બનાવવા યોજાયો હતો.
કાર્યક્રમમાં ડીન પ્રો.ડો.કર્નલ અશ્વિની અગ્રવાલ સશંધોન, ક્લિનિકલ માઈક્રોબાયોલોજી અને ચેપી રોગ વિભાગના વડાએ એઈમ્સ રાજકોટ તરફથી ગુજરાતના 10 જેટલા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓના પરીક્ષણના આધારે તેમણે હિપેટાઇટિસ વાઇરસ રોકવા પ્રસૂતિ પહેલા સંભાળ સમયસર જન્મ ડોઝ રસીકરણ હિપેટાઇટિસ બી સ્ક્રીનિંગનો સમાવેશ કરવાની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો અને સ્ક્રીનિંગ કરાયેલ દરેક સગર્ભા સ્ત્રી માતાનું સ્ક્રીનિંગ આવતીકાલના બે ભવિષ્યનું રક્ષણ કરાશે એવું પણ જણાવ્યું હતું. પ્રો.ડો.પ્રિયા અબ્રાહમ- સિનિયર પ્રોફેસર, ક્લિનિકલ વાઇરોલોજી વિભાગ, સીએમસી વેલ્લોર અને ભૂતપૂર્વ ડિરેક્ટર, આઇસીએમઆર-એનઆઈવી પુણેએ હિપેટાઇટિસ એ સામે સ્ક્રીનિંગ, સર્વેલન્સ અને જરૂરિયાત મુજબ રસીકરણ પર માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. ડો.એકતા ગુપ્તા, પ્રોફેસર અને વડા ક્લિનિકલ વાઇરોલોજી વિભાગ, સીએમસી વિભાગ, આઈએલબીએસ નવી દિલ્હીએ વિશ્વ હિપેટાઇટિસ નાબૂદ કરવા વ્યૂહરચનાઓમાં વાઇરોલોજી એક્સપર્ટ સાથે મળીને કામ કરવાની ભૂમિકા પર ભાર મુક્યો હતો. પ્રો. રાહુલ ધોડાપકર, માઈક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર અને વડા જોડાયા હતા.જેમાં ગર્ભાવસ્થા દરમિયાન હિપેટાઈટિસ બી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને માતા-નવજાત શિશુના સ્વાસ્થ્યને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય તેની રૂપરેખા રજૂ કરી હતી.