હેમરાજભાઈ પાડલીયાએ 17 હજાર લોકોની હાજરીમાં 57માં જન્મદિવસની સેવાકીય રીતે અનોખી ઉજવણી કરી
ખાસ-ખબર સંવાદદાતા
ઋષિવંશી, નાયી, વાળંદ સમાજના હેમરાજભાઈ પાડલિયા (સ્થાપક – પ્રમુખ ઋષિવંશી સમાજ સેવા સંઘ, ગુજરાત, કન્વિનર સામાજિક સંકલન સેલ, ભાજપન ઓબીસી મોરચો, ગુજરાત પ્રદેશ) પોતાના જન્મદિવસની ગાંધીનગર ખાતે તા. 3 સપ્ટેમ્બર શનિવારે અનોખી ઉજવણી કરી હતી. કોઈ વ્યક્તિનો જન્મદિવસ હજારોની જનમેદની વચ્ચે સેવા થકી ઉજવાયો હોય એનો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા નોંધાયો હતો. મૂળ પોરબંદરના હાલ ગાંધીનગરમાં રહેતા હેમરાજભાઈ પાડલીયા ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક- પ્રમુખ છે. તેમનો જન્મદિવસ ઘણા વર્ષોથી ગુજરાત ભરમાં સેવાના માધ્યમથી 110 કરતા વધારે ગામોમાં ઉજવવામાં આવે છે.પરંતુ આ વર્ષે તા. 3 સપ્ટેમ્બર 2022 શનિવારે ગાંધીનગર ખાતે ગુજરાત ભરમાંથી લોકો આવ્યા અને ગાંધીનગરમાં બાલિકા પૂજન,રક્તદાન કેમ્પ,આયુર્વેદિક નિદાન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, ફિજીયોથેરાપી કેમ્પ, ટેસ્ટ નિદાન, કોવિડ રસીકરણ (બુસ્ટર ડોઝ) જેવી સેવા થકી સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો અને રક્તદાન પણ કર્યું હતું. ત્યારબાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર ગીતાબેન રબારી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, ગમન સાંથલ તેમજ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરામાં રમઝટ બોલાવી હતી.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે હેમરાજ પાડલીયા અનેક સંસ્થાઓમાં જવાબદારી વહન કરી રહ્યા છે. દરેક સમાજ સાથે સંકળાયેલા છે અને ગાંધીનગરની 40 કરતા વધારે સમાજની સંસ્થાઓના લોકો હાજર રહ્યા હતા અને ઋષિવંશી સમાજના લોકો ગુજરાતભરમાંથી હેમરાજભાઈને શુભેચ્છા પાઠવવા પધાર્યા હતા. આ દિવસે સાંજે ઋષિવંશી- નાયી સમાજનું સંમેલન પણ યોજાયું હતું અને સમાજના અનેક કાર્યોની ચર્ચા થઈ હતી. ઋષિવંશી- નાયી સમાજના કુળદેવી માતા લીંબચના ધામની પણ જાહેરાત થઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા,ગજેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પછાત વર્ગ વિકાસના પ્રમુખ જી.કે.પ્રજાપતિ, ગાંધીનગર ભાજપ પૂર્વ શહેર પ્રમુખ અને હાલના કોર્પોરેટર મહેન્દ્ર પટેલ (દાસ), બ્રહ્મ સમાજ- ગાંધીનગર ના પ્રમુખ સુનિલભાઈ ત્રિવેદી તેમજ જૂનાગઢ, સાળંગપુરથી, બ્રહ્મકુમારી સહિત અનેક સાધુ સંતુઓ પધાર્યા હતા. તેમજ ગુજરાતભર માંથી 17000 કરતા વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી જે એક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા નોંધાયો હતો અને હેમરાજભાઈ ને શિલ્ડ, સર્ટિફિકેટ, મેડલ એનાયત કરવામાં આવ્યા હતો