સસરા શિબુ સોરેનને પત્ર લખ્યો, પરિવાર વિરુદ્ધ રચાઈ રહ્યું છે ષડયંત્ર
સિતા સોરેન ભાજપમાં જોડાવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી અને ધારાસભ્ય સીતા સોરેને મંગળવારે ઝારખંડ મુક્તિ મોરચા (ઉંખખ)માંથી રાજીનામું આપી દીધું છે. સીતા સોરેન હેમંતના જેલમાં ગયા બાદ ચંપઈને સીએમ બનાવાતા નારાજ હતા. એવી ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
સીતા સોરેન જેએમએમ સુપ્રીમ શિબુ સોરેનના મોટી વહુ છે. આ ઉપરાંત, તે જામા, દુમકાથી ત્રણ વખત ધારાસભ્ય અને પાર્ટીના કેન્દ્રીય મહાસચિવ પણ છે. સીતા સોરેને પોતાનું રાજીનામું શિબુ સોરેનને મોકલી આપ્યું છે. તેમણે લખ્યું- મારી અને મારા પરિવાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હું આનાથી દુ:ખી છું. હું મારી પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી રહી છુ. સીતા સોરેને પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે. હું સીતા સોરેન, કેન્દ્રીય મહાસચિવ અને ઝારખંડ મુક્તિ મોરચાના સક્રિય સભ્ય અને વર્તમાન ધારાસભ્ય, ખૂબ જ દુ:ખી હૃદય સાથે મારું રાજીનામું આપની સમક્ષ રજૂ કરું છું.
- Advertisement -
મારા સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેન કે જેઓ ઝારખંડ ચળવળના અગ્રણી યોદ્ધા અને એક મહાન ક્રાંતિકારી હતા તેમના અવસાનથી હું અને મારો પરિવાર સતત ઉપેક્ષાનો ભોગ બન્યા છીએ. પાર્ટી અને પરિવારના સભ્યો દ્વારા અમને અલગ કરવામાં આવ્યા છે, જે મારા માટે અત્યંત પીડાદાયક રહ્યું છે.મને આશા હતી કે સમયની સાથે પરિસ્થિતિ સુધરશે, પરંતુ કમનસીબે એવું બન્યું નહીં. મારા સ્વર્ગસ્થ પતિએ પોતાના બલિદાન, સમર્પણ અને નેતૃત્વ ક્ષમતાના બળ પર એક મહાન પાર્ટી બનાવી હતી તે ઝારખંડ મુક્તિ મોરચા આજે નથી.
મને લાગે છે. આ જોઈને ખૂબ જ દુ:ખ થયું. પાર્ટી હવે એવા લોકોના હાથમાં આવી ગઈ છે જેમની દ્રષ્ટિ અને ઉદ્દેશ્યો આપણા મૂલ્યો અને આદર્શો સાથે મેળ ખાતા નથી.