લાઈવ કોન્સર્ટ ક્વિન અને સ્ટાર એન્કર હેમાલી સેજપાલ માલવિયાનો આજે જન્મદિવસ
હેમાલીએ આશા ભોંસલેથી માંડીને શ્રેયા ઘોષાલ સાથે લાઈવ કોન્સર્ટ કર્યા છે
- Advertisement -
ટૂંક સમયમાં એક્ટિંગ સ્કુલ શરૂ કરવાનું આયોજન – હેમાલી સેજપાલ માલવિયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ન્યુઝ એન્કરથી કારકીર્દિ શરૂ કરનાર અને આજે લાઈવ કોન્સર્ટ કવીન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હેમાલી સેજપાલ માલવિયાનો આજે જન્મદિવસ છે. સુરીલા અવાજથી લાખો શ્રોતાઓના દિલ ઉપર રાજ કરનાર હેમાલીને તેના જન્મદિવસ પર શ્રોતાગણો પાસેથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત્યારે હેમાલી સેજપાલ આ પ્રેમના બદલામાં ફરી એકવાર ઈન્ડિયાની મોસ્ટ ફેમસ લાઈવ કોન્સર્ટ 30 એપ્રિલના રોજ મુંબઈ ખાતે યોજવા જઈ રહી છે.
- Advertisement -
હેમાલી સેજપાલની રસપ્રદ અને રોમાંચક સફળતાની સફળ વિશે વધુ જાણીએ તો, હેમાલીએ રાજકોટમાંથી ન્યુઝ એન્કર તરીકે શરૂઆત કરી હતી. થોડા મહિનાઓ પૂર્વે જ તેને રાજકોટમાં જ મનના માણીગર વિશાલ મળી જતાં માલવિયા પરિવારની પુત્રવધુ બની છે. રાજકોટથી શરૂ કરેલી કારકીર્દિની સફળ મુંબઈ સુધી તેને લઈ ગઈ છે. લગ્ન પછી હેમાલી ગ્લેમરની દુનિયામાં ધમાકેદાર કમબેક કરવા તૈયાર છે. હેમાલી મુંબઈ રહીને પણ ગુજરાત અને ગુજરાતીઓને ભુલી નથી. તે ગુજરાતમાં જ પોતાના ડ્રીમ પ્રોજેકટ પર કામ કરવા માંગે છે. તેમજ રાજકોટના યુવાનો કે યુવતીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી પહોંચવા માટે ગાઈડન્સ મળી રહે તે માટે ટૂંક સમયમાં રાજકોટમાં એક્ટિંગ સ્કુલ શરૂ કરવા માટે કામ કરી રહી છે. આશા ભોંસલે, શ્રેયા ઘોસાલ, હેમા માલિની સહિતના અનેક બોલીવુડ સ્ટાર્સ સાથે હેમાલી લાઈવ કોન્સર્ટ કરી ચુકેલી છે. તેમજ પાંચ વર્ષ સુધી અલગ અલગ ઉર્દૂ ભાષામાં શો, સિરીયલ, અને સ્ટેજ શો પણ કર્યા છે. જેના બદલ હેમાલીને ઉર્દૂ ભાષામાં બેસ્ટ એન્કરનો એવોર્ડ મેળવ્યો છે.
કોલેજ ટાઈમમાં ટોપર રહેલી હેમાલીને અભ્યાસ કરવો ખુબ ગમે છે. તેણે સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી છે. તેમજ બેન્ડમિંટન, સ્વીમિંગ કે ડાન્સનો પણ શોખ છે. કોરોનાને કારણે લાંબા અંતરાલ બાદ હેમાલી 30 એપ્રિલના રોજ મુંબઈ ખાતે ઈન્ડિયાનો ટોપમોસ્ટ લાઈવ મ્યુઝિક શોમાં સેલિબ્રિટી એન્કર તરીકે ધૂમ મચવવા તૈયાર છે. આ શોમાં 40 લેજેન્ડરી મ્યુઝિશિયન દ્વારા હેલન અને બિંદુના ફિલ્મી ગીતો ગાવવામાં આવશે. આ લાઈવ કોન્સર્ટના ડાયરેકટર નીતિન શંકર છે.


