નો-પાર્કિંગ ઝોનમાં થતાં વાહન પાર્ક સામે પણ કાર્યવાહી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સોમવારે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્યો હતો. કલેક્ટર સામે ગોંડલ ચોકડી, રાજકોટ-શાપર અને જેતપુર હાઈ-વે સુધીનો ટ્રાફિક હલ કરવો એ સૌથી મોટો પડકાર છે. આ રસ્તા પર નીકળતા વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિકની ફરિયાદને લઈને જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે સોમવારે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એન્જિનિયર્સ-નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી, ટ્રાફિક પોલીસની મદદ લેશે. ગોંડલ ચોકડી, શાપર ખાતે જ્યાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં કોઇ ગેરકાયદેસર બાંધકામો હશે તો તેને તોડી પડાશે તેમજ નો-પાર્કિંગ ઝોનમાં જ્યાં વાહનો પાર્ક કરવામાં આવે છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ટોલટેક્સ બંધ કરવામાં આવે તેવી માંગ
રાજકોટથી જૂનાગઢ લોકો ફેક્ટરી, પ્રવાસ તેમજ નોકરી-રોજગારી માટે જતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આ રોડ પર બે ટોલટેક્સ આવે છે. એક તો રસ્તો ખરાબ છે. જેને કારણે હેરાનગતિનો પણ સામનો કરવો પડે છે.આમ છતાં બન્ને ટોલટેક્સ પર મોટી રકમનો ટેક્સ ચૂકવવો પડે છે. ત્યારે કાં તો રસ્તો રિપેર કરવામાં આવે અથવા તો ટોલટેક્સ બંધ કરવામાં આવે તેવી માગણી વાહનચાલકોમાં ઊઠી છે.