સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.જયેશભાઇ ડોબરીયા પુત્રીનો અદ્ભૂત કાર્યક્રમ
શ્રી ગણેશ વંદના, કૃષ્ણ સુદામાં, વર્ણમ, તિલ્લાના, મંગલમ સહિત ભરત નાટયમની ઝાંખી કરાવી
- Advertisement -
કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, પુજારા ટેલિકોમના
ચેરમેન યોગેશભાઇ પુજારા, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહયાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
સફળતા તેને પ્રાપ્ત થાય જે સખત-સતત પરીશ્રમ કરે, એકાગ્રતા અને ધીરજ સાથે કાર્ય કરે,આવી જ 1પ વર્ષીય દીકરી હીર જયેશભાઇ ડોબરીયાને સફળતા પ્રાપ્ત થઇ છે. સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.જયેશભાઇ ડોબરીયા અને શ્રીમતી વંદનાબેન ડોબરીયાની લાડકવાયી ચિ.હિર ડોબરીયાએ તા.8ના શનીવારે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ રાજકોટ ખાતે સેંકડો કલાક્ષેત્રના રસીકો, વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતીમાં આરંગેત્રમ તરીકે પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. ચિ.હીર ડોબરીયાએ વિવિધ રાગ તાલના કર્ણપ્રિય ધ્વની સાથે શ્રી ગણેશ વંદના શબ્દમ પદમ (કૃષ્ણ સુદામાં), વર્ણમ, તિલ્લાના, મંગલમ્ની સતત બે કલાક થી વધુ સમય સુધી પ્રસ્તુત કરીને ભરત નાટયમની ઝાંખી કરાવી હતી. નૃત્યનો પ્રવાસ હીરના જીવનનો એક મહત્વપુર્ણ તબકકો છે. જેની તાલીમ તે નાનપણથી ગુરૂશ્રી વિનસ ઓઝા અને ગુરૂશ્રી હેતલ મકવાણા પાસેથી મેળવી રહી છે. ભરત નાટયમ તેના માટે એક સર્જનાત્મક અને ભાવનાત્મક અભ્યાસ બની ગયો છે. કે જે તેના સ્વાસ્થયને વધુ સારૂ અને વ્યકિતત્વને વધારે ઉન્નત કરાવે છે.
- Advertisement -
હીર ડોબરીયા નૃત્ય, સંગીત અને અભ્યાસનો ત્રિવેણી સંગમ છે. નૃત્યમાં ઉતમ પ્રતીભા ધરાવવાની સાથે સીતાર વાદનમાં પણ રૂચી ધરાવે છે. નૃત્ય અને સંગીત બંને તેના માટે પ્રેરણાષાોત બન્યા છે. હાલ ં એસએનકે માં ધોરણ 9માં અભ્યાસ કરતી હીર ડોબરીયા નૃત્ય, સંગીત અને અધ્યયનને સમાન મહત્વ આપીને જીવનમાં સંતુલન જાળવવા માટે એક ઉદાહરણ બની રહેલ છે. હીર ડોબરીયા તેની આ નૃત્યની યાત્રામાં તેના સખત પરીશ્રમ અને મહત્વકાંક્ષા સાથે તે એક નિષ્ણાંત નૃત્યકાર બની સાથે જ એક શોખ કેળવ્યો જે તેને જીવનભર સાથ આપશે. આ બધાનો સંપુર્ણ શ્રેય તે તેના માતા વંદનાબેન અને પિતા જયેશભાઇ, માનનીય કલાગુરૂ વિનસ ઓઝા, હેતલ મકવાણા અને પરમ કૃપાળુ પરમેશ્વરના ચરણોમાં સાદર અર્પણ કરે છે.
હીર ડોબરીયાને નૃત્યકલા માટે વર્ષોથી અથાક સાધના, વિદ્વાન ગુરૂજનોનું માર્ગદર્શન બાદ નૃત્યાંગના તરીકે પ્રથમ શુભ ચરણ પ્રાપ્ત થાય છે. ડોબરીયા પરીવારની પ્રભાવશાળી દીકરી કુ.હીર ડોબરીયાના (શ્રી અવચરભાઇ અને શ્રીમતી જયાબેન ડોબરીયાની પૌત્રી) તેમજ ડો.જયેશભાઇ અને વંદનાબેનની સુપુત્રી ચિ.હીરની અથાક મહેનત બાદ આરંગેત્રમ્ તરીકે પ્રસ્તુત કરતા કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, પુજારા ટેલીકોમના ચેરમેન યોગેશભાઇ પુજારા, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.