સાંગઝી, શી-મેન અને યોંગ-શૂન કાઉન્ટી અને ઝાંગઝીયાઝી શહેર જળબંબાકાર બની ગયા
હજી પણ ભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના મોટા ભાગના વિસ્તારો, અનરાધાર વર્ષાની હેલી વેઠી રહ્યા છે. ત્યારે હજી પણ આગામી બે દિવસ સુધીનો આ ભારેથી અતિ-ભારે વર્ષા ચાલુ રહેવાની ચીનનાં હવામાન ખાતાએ ચેતવણી ઉચ્ચારી છે, અને જણાવ્યું છે તે ઘણાં પ્રાંતોમાં હજી પણ વર્ષા ચાલુ રહેવાની છે. બે-એક દિવસ સુધી તો ભારેથી અતિ ભારે વર્ષા ચાલુ રહેશે. દરમિયાન ચીનના ઉત્તર પશ્ર્ચિમ પ્રાંત યુનાનમાં તો વર્ષાએ વિનાશ વેરી નાખ્યો છે. આગામી દિવસોમાં તે ચાલુ રહેવાની ભીતિથી ત્રણ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ફેરવવામાં આવ્યા છે.શાંગ-ઝી, શી-મેન અને ચોંગ-શૂન કાઉન્ટી તથા ઝાંગઝીયાઝી શહેર સર્વે જળબંબાકાર બની ગયા છે.
ચીનની રાજ્ય હસ્તકની સત્તાવાર એજન્સી જણાવે છે કે સાંગ-ઝી પ્રાંતમાં તો આ વર્ષે વિક્રમ સર્જક વર્ષા થઈ છે. ત્યાં શનિવારથી રવિવાર વચ્ચેની રાત્રિએ 256 મી.મી. (10.7 ઇંચ) વરસાદ થયો છે તેમ ચાયના સેન્ટ્રલ ટેલિવિઝન જણાવે છે. તેણે જણાવ્યું હતું કે, 1998 પછી સાંગઝૂકીએ આટલો ભારે વરસાદ જોયો નથી. ચીનમાં ઇમર્જન્સી મેનેજમેન્ટ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ પૂર્વે ટાયફૂન કોડ સૂરીના આક્રમણને લીધે થયેલી ખાનાખરાબીની શ્ર્યાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજો ચક્રવાત ટાઇફૂન સાઓલાએ વ્યાપક વિનાશ વેરવો શરૂ કરી દીધો છે.



