આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી: 27-28મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ, એટલે કે 26 થી 31 જુલાઈ, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે જાણો આજે 26 જુલાઈથી 01 ઓગસ્ટ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 26 જુલાઈના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 27 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ તાપી, ડાંગ, વડોદરા, ભરૂચ, સુરત, વડોદરા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
28 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી, વડોદરા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
29 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જ્યારે 30 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 31 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને 01 ઓગસ્ટના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.