ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)ની આગાહી અનુસાર, ભારતના વિવિધ પ્રદેશોમાં આગામી 4-5 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સિક્કિમ, ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર-પૂર્વમાં વરસાદી ગતિવિધિઓ વધવાની સારી સંભાવના છે.
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ, પંજાબ, પૂર્વ રાજસ્થાન અને જમ્મુમાં 9 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે સિવાય સિક્કિમ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયું દિલ્હીના લોકો માટે વધુ ભેજવાળી ગરમી લઈને આવવાનું છે.
- Advertisement -
પાટનગરમાં વાદળછાયું આકાશ હોવા છતાં ગરમીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો જ થશે. તે જ સમયે, યુપી અને બિહારમાં વરસાદને કારણે, તાપમાનમાં મોટો ઘટાડો થશે. ઈંખઉ અનુસાર, આજે યુપીના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ભારતમાં આગામી પાંચ દિવસમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. શનિવાર અને રવિવારે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, આઈએમડીએ જણાવ્યું હતું. આગામી પાંચ દિવસમાં દક્ષિણ ભારતમાં મધ્યમ વરસાદની ગતિવિધિ થવાની આગાહી છે.