શુક્રવાર સાંજે એકાએક દિલ્હી એનસીઆર તેમજ રાજસ્થાનનાં અનેક વિસ્તારમાં વરસાદી વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો હતો. વાવાઝોડાનાં કારણે અનેક ઈમારતોને ભારે નુકશાન થવા પામ્યું હતું.
દિલ્હી એનસીઆરમાં આકરી ગરમી વચ્ચે શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ દરમિયાન વૃક્ષો પડવાથી બે લોકોના મોત થયા હતા. જોરદાર વાવાઝોડાને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે વિવિધ અકસ્માતોમાં કુલ 23 લોકો ઘાયલ થયા છે. પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાકની વચ્ચે નોંધાઈ હતી.
- Advertisement -
દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે. રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. પોલીસે જણાવ્યું કે તેમને વૃક્ષો પડવા સંબંધિત 152, ઈમારતોને નુકસાન સંબંધિત 55 અને પાવર કટ સંબંધિત 202 કોલ મળ્યા છે.
તોફાન અને વરસાદ બાદ દિલ્હી NCRમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવારે સવારથી વાતાવરણમાં આહ્લાદક બની જવા પામ્યું હતું. કેટલાક સ્થળોએ હળવા ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે.
13 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડવાની શક્યતાઓ
ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે દેશનાં 13 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્લી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખડ, તમિલનાડુ, મેઘાલય તેમજ કેરલમાં વરસાદી માહોલ છવાયેલો છે.
- Advertisement -
મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યાએ પવન ફૂંકાઈ શકે છેઃ IMD
IMDનાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યાઓ પર આજે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં 12 અને 13 મે નાં રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાં છે.
રાજસ્થાનનાં જયપુરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. પશ્ચિમી રાજસ્થાન અને પાકિસ્તાન પર હાલ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જે કારણથી 13 મે સુધી વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજસ્થાનનાં બીકાનેરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું હતું. જ્યારે કેટલાક જીલ્લાઓમાં તાપમાન 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવા પામ્યો હતો.