હાઈટાઈડની ચેતવણીથી તંત્ર સાવધ: બીચ પર બંદોબસ્ત: રેલ સહિતની સેવા હજુ પ્રભાવિત
ગઈકાલે ભારે વરસાદને પગલે પુરું મુંબઈ જલમગ્ન બની ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે ડઝન જેટલી ટ્રેનો સ્થગીત કરવી પડી છે, જયારે અન્ય ટ્રેનોને બીજા રૂટ પર ડાયવર્ટ કરવી પડી છે.
- Advertisement -
ભારે વરસાદ બાદ હાલ કોઈ જલ્દી રાહત મળવાની કોઈ આશા નથી. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ આજે પણ મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટને લઈને મુંબઈ, થાણે, પુણે, રત્નાગીરી, સિંધુ દુર્ગ, પરવેલના ગ્રામીણ ભાગોમાં આજે સ્કુલ-કોલેજ બંધ રહેશે.
ગઈકાલના ભારે વરસાદ પછી શહેર અને ઉપનગરોમાં તબાહી મચી ગઈ છે. ઉપનગરીય રેલવે સેવાઓ અને વિમાન યાત્રા ઠપ્પ થઈ ગઈ છે. મુંબઈમાં 300થી 315 મી.મી. વરસાદથી માર્ગો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગઈકાલે 13 ઈંચ અને વધુ 7 ઈંચ વરસાદ આજે પડયો હતો.
- Advertisement -
આઈએમડીએ 12 જુલાઈ સુધી મુંબઈના જુદા જુદા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે. પાલઘર, થાણે, ધૂલિયા, નંદુરબાર, જલગાંવ, નાસીક, નાગપુર, વર્ધા વગેરે શહેરોમાં 12 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટના કારણે આજે પણ શાળા-કોલેજો બંધ રાખવાનો થાણે જિલ્લા પરિષદે લીધો છે.




