દક્ષિણ-પશ્ચિમ ચોમાસાંથી આખો દેશ કવર થઈ ગયો છે, આગામી ચાર દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાનો અંદાજ છે
દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં ભારે વરસાદ થવાની આગાહી
- Advertisement -
દિલ્હીમાં યેલ્લો એલર્ટ જાહેર
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સોમવાર સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી મુંબઈના પૂર્વ ભાગમાં 58.6 મિમી, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 78.69 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી છે.
ભારે વરસાદને કારણે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થયું છે. અમુક વિસ્તારોમાં બસ અને લોકલ ટ્રેન પ્રભાવિત થઈ છે. બપોરે 4 વાગે હાઈટાઈડનું એલર્ટ છે. ઇખઈ અને પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. હાઈટાઈડ દરમિયાન 4થી 6 મીટર ઊંચી લહેરો આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી ઓડિશા, એનાથી સીધા દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે. એનાથી આગામી ચાર દિવસમાં મધ્ય ભારત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
મધ્યપ્રદેશના દરેક જિલ્લામાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. પાટનગર ભોપાલમાં સોમવારે સવારથી મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. રાતે 12.30 વાગ્યા સુધી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મત પ્રમાણે, ઓડિશામાં સીઝનના પહેલા લો પ્રેશર એરિયા અને મધ્યપ્રદેશ પરથી પસાર થતા મોન્સૂન ટ્રેકલાઈનની અસરને કારણે આવો વરસાદ થઈ રહ્યો છે. સીઝનમાં પહેલીવાર આવું થયું છે, જ્યારે આખા રાજ્યમાં એકસાથે ચોમાસું શરૂ થયું છે. રાજ્યના વેધર એક્સપર્ટ વેદ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે જ્યારે લો પ્રેશર એરિયા બંગાળની ખાડી નજીક બને છે ત્યારે મધ્યપ્રદેશમાં એની વધારે અસર થાય છે. આ દરમિયાન વધારે વરસાદ થાય છે. સિંહે જણાવ્યું હતું કે હજી આવનારા 3 દિવસ આવો જ વરસાદ થવાનો છે.
- Advertisement -
સોમવારે વરસાદ થયા પછી ભોપાલના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
રાજસ્થાનમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યમાં ભલે ચોમાસું થોડું મોડું પહોંચ્યું છે, પરંતુ મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતાં વધારે વરસાદ થઈ ગયો છે. પાટનગર જયપુરને ચોમાસાએ ચાર જ દિવસમાં પાણી પાણી કરી દીધું છે. અહીં વરસાદ 142 મિમી સુધી પહોંચી ગયો છે. આ આંકડો સામાન્ય કરતાં 74% વધારે છે. હવામાન વિભાગના ડિરેક્ટર આરએસ શર્માએ જણાવ્યું હતું કે 6,7,8 જુલાઈએ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પાટનગર જયપુરમાં ત્રણ-ચાર દિવસ સામાન્ય વરસાદ રહેવાનો અંદાજ છે.
ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલથી એન્ટ્રી લેનાર ચોમાસું હવે પશ્ચિમી ઉત્તરપ્રદેશ તરફ પહોંચ્યું છે. સોમવારે પાટનગર લખનઉમાં વાદળો ઘેરાવા લાગ્યાં છે. હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તરપ્રદેશના 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે મથુરા, સહારનપુર, આગરા, ફિરોઝાબાદ, બાંદા અને મહોબામાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. હાલના સમયમાં ચોમાસું મેરઠ ગૌતમબુદ્ધ નગર, પીલીભીત, હાથરસ, મૈનપુરી, કાનપુર, ઔરેયા, મઉ, પ્રયાગરાજમાં સક્રિય છે.