-હાલ વાવાઝોડુ નબળુ પડયું: ત્રણ દિ’ વરસાદથી પાણી ભરાયા
બિપરજોય વાવાઝોડુ હાલ ઉતરપ્રદેશ પહોંચી ગયુ છે. જેના કારણે કાનપુર અને લખનૌ સહીત આજુબાજુનાં જીલ્લામાં મંગળવારે મોડી રાતથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. જે બુધવાર અને આજે ગુરૂવારે પણ ચાલુ છે. ઉતર-પશ્ચીમ દિશામાંથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો અને અધિકતમ તાપમાનમાં 8.8 ડીગ્રી સેલ્સીયસનો ઘટાડો નોંધાયો હતો.આખો દિવસ ભારે પવનના કારણે 44.6 મીમી વરસાદ પડતાં શહેર ભીંજાયું હતું
- Advertisement -
અને શહેરીજનોને ગરમીમાં રાહત મળી હતી. જોકે વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.હાલ બિપરજોય વાવાઝોડુ નબળુ પડયુ છે અને ઉતર પ્રદેશ સહીત કાનપુર ક્ષેત્રમાં વરસાદના માધ્યમથી પ્રવેશ કર્યો છે. બે દિવસથી થતા વરસાદને પગલે ધરતીપુત્રોમાં હર્ષ ફેલાયો છે. ગરમીમાં વાવણી કરાયેલ મકાઈ, જુવારને પાણીની જરૂર હતી. અન્ય પાકો માટે પાણીની જરૂરીયાત આ વરસાદથી પુરી થઈ જશે.