હરીયાણા રાજસ્થાન, ઉતરપ્રદેશ સહીત આઠ રાજયોમાં હવામાન પલ્ટો: આંધીનું એલર્ટ
કલાયમેન્ટ ચેંજની અસર હેઠળ ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં ઉનાળામાં પણ માવઠા-કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાટનગર દિલ્હીમાં આજે સવારે ભારે વરસાદ થયો હતો. ઉતર ભારતનાં અનેક ભાગોમાં હવામાન પલ્ટો હતો,ગુજરાતમાં પણ ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
- Advertisement -
દિલ્હીમાં આજે સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો.અને અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે રાજસ્થાન, હરીયાણા,દિલ્હી, એનસીઆર તથા ઉતર પ્રદેશમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે.આજે સવારમાં જ વરસાદ થતાં નોકરીયાત સહીતના વર્ગોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગાઝીયાબાદ સહીતના ભાગોમાં પાણી ભરાયા હતા. આજે પાટનગરમાં વધુ વરસાદ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી હતી.



