બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં ચોમાસું ફરી સક્રિય થયું, હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી કરી છે આગાહી
દેશભરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ભારતના વિવિધ પ્રદેશોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. IMD એ ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ ઉત્તર પ્રદેશમાં 5 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
- Advertisement -
Current district & station Nowcast warnings at 0930 IST Date, 03rd August. For details kindly visit: https://t.co/AM2L3hjkRWhttps://t.co/enys7dqg40
If you observe any weather, kindly report it at: https://t.co/5Mp3RJYA2y@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/61uCEiUlfD
— India Meteorological Department (@Indiametdept) August 3, 2023
- Advertisement -
દિલ્હી NCRમાં વાવાઝોડા સાથે વરસાદ
IMD અનુસાર આગામી 24 કલાકમાં દિલ્હી NCRમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ઓડિશા માટે ચેતવણી જાહેર કરીને IMD એ માઇક્રો-બ્લોગિંગ સાઇટ X પર એક પોસ્ટમાં કહ્યું, તીવ્ર વરસાદ માટે તૈયાર રહો! આગામી થોડા દિવસો માટે ઓડિશામાં 2044 મીમીથી વધુના અતિ ભારે વરસાદ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, સુરક્ષિત રહો! ઓડિશા સરકારે બુધવારે જાહેરાત કરી કે, રાજ્યના 30 માંથી 12 જિલ્લામાં તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી કરી છે આગાહી
હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી બિહારના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હવામાન એજન્સીએ ગુરુવારે ભારે વરસાદને કારણે મધ્યપ્રદેશમાં પાણી ભરાઈ જવાની ચેતવણી આપી છે. IMD એ તેના સત્તાવાર હેન્ડલ પર મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ પોસ્ટ કર્યું છે અને કહ્યું છે કે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 3 ઓગસ્ટે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. છત્તીસગઢમાં પણ 2044 મીમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે.
The Depression over north Chhattisgarh and neighbourhood about 40 km north-northeast of Ambikapur (Chhattisgarh) .To move west-northwestwards towards northeast Madhya Pradesh and adjoining southeast Uttar Pradesh and weaken into a Well Marked Low Pressure Area during next 12 hrs pic.twitter.com/8wU7vhAlSB
— India Meteorological Department (@Indiametdept) August 3, 2023
આંધ્ર પ્રદેશમાં IMDએ શું આગાહી કરી ?
આંધ્ર પ્રદેશમાં IMDના પ્રાદેશિક કેન્દ્રે જણાવ્યું હતું કે, ઉત્તર બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં સારી રીતે ચિહ્નિત થયેલ નીચા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે અને તે ઊંડા ડિપ્રેશનમાં તીવ્ર થવાની સંભાવના છે. તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આજે સાંજના સુમારે ખેપુપારા નજીક બાંગ્લાદેશના તટને પાર કરે તેવી સંભાવના છે, ત્યારપછી આગામી 24 કલાક દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ હિલચાલ થશે.