રાજ વાસણા આડ બંધ ઓવરફ્લો થયો, દૂધવાલ કોતરમાં પાણી આવતા કોચવડ ગામ બે ભાગમાં વહેંચાયુ
ખાસ-ખબર સંવાદદાતા
છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પાવી જેતપુરમાં વહેલી સવારમાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂૂ કરતાં લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
છોટા ઉદેપુર જિલ્લાની હેરણ નદી બે કાંઠે થતા રાજ વાસણા આડ બંધ ઓવર ફલો થયો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલ બપોરથી વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ વરસી પડ્યો છે, સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં જિલ્લાની મહત્વની એવું હેરણ નદીમાં પણ પર આવ્યા છે અને બે કાંઠે વહી રહી છે. હેરણ મળી બે કાંઠે થતા રાજ વાસણા આડ બંધ ઓવર ફલો થયો છે અને નયનરમ્ય દ્રશ્ર્યો સર્જાયા છે. જિલ્લાના અન્ય નદી નાળા પણ છલકાઈ ગયા છે. જેમાં સરહદી ગામ કોચવડ ખાતેથી પસાર થતું દુધવાલ કોતરમાં પણ ભારે પુર આવતા કોજવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને લઇને ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. સ્થાનિક લોકો કોઝવે પરથી જીવન જોખમે પસાર થઈ રહ્યા છે. વહેલી સવારમાં જ પડેલા ધોધમાર વરસાદને પગલે જન જીવન ખોરવાઈ હતું પરંતુ અડધો કલાક બાદ વરસાદ બંધ થતાં લોકોએ હાશકારો લીધો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદ: બનાસકાંઠા-પાટણ જિલ્લાનાં અનેક ગામડાંને એલર્ટ, કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો,દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં સતત પાંચમા દિવસે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામડાઓને એલર્ટ અપાયું છે.
રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થઇ છે. દાંતીવાડા ડેમમાં હાલ પાણીનું લેવલ 594 ફૂટે પહોંચ્યું છે. આ ડેમની ભયજનક સપાટી 604 ફૂટે છે. પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાય તો કોઈ નુકસાન ન થાય તે માટે ડેમ અને બનાસ નદીના કાંઠાના ભડથ, મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયા અને રાણપુર સહિત નીચાણવાળાં અનેક ગામોને એલર્ટ કરાયાં છે.
દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં પાટણ જિલ્લાનાં પણ 56 ગામને એલર્ટ કરાયાં છે. જેમાં સરસ્વતી તાલુકાનાં 02 ગામ, રાધનપુરનાં 26 ગામ, સાંતલપુરનાં 09 ગામ અને સમી તાલુકાનાં 19 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઇ છે. તો સાંતલપુરમાં પડેલા 6 ઈંચથી વધુ વરસાદને લઈ ચારણકા સોલાર પાર્કનું છભભ તળાવ ઓવરફ્લો થયું છે.
- Advertisement -
સૌથી વધુ વરસાદ પોશીનામાં 22 ઇંચ: સાબરકાંઠાના જળાશયોમાં નવાનીરની આવક શરૂ થઇ
ખાસ-ખબર સંવાદદાતા
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ 22 ઇંચ પોશીનામાં નોંધાયો છે. તો સૌથી ઓછો વરસાદ 12 ઇંચ વરસાદ વડાલી તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદ અને ઇડરમાં નોંધાયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 55 મિમીથી 146 મિમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ તલોદ અને ઇડરમાં નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ પોશીનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બાકીના પ્રાંતિજમાં ચાર ઇંચ, હિંમતનગરમાં પોણા ચાર ઇંચ, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં સવા બે ઇંચ, વડાલીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ વરવાને લઈને નદીઓમાં, તળાવમાં અને ચેકડેમમાં નવા નીર આવ્યા છે. સાબરકાંઠા જીલ્લાના ગુહાઈમાં 200 ક્યુસેક પાણીની આવક, હાથમતી જળાશયમાં 500 કયુસેક પાણીની આવક, હરણાવ જળાશયમાં 350 ક્યુસેક પાણીની આવક, ખેડવા જળાશયમાં 170 ક્યુસેક પાણીની આવક તો જવાનપુરા બેરેજમાં 1797 ક્યુસેક પાણીની આવક અને 1797 ક્યુસેક પાણીની જાવક, ગોરઠીયા બેરેજમાં 2500 ક્યુસેક પાણીની આવક અને 2500 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે.