ઓનલાઇન ખરીદીનો વ્યાપ વધતા વેપારીઓને ગ્રહણ લાગ્યું
દિવાળી પર્વમાં ગ્રાહકોને આકર્ષવા વેપારી દ્વારા નવતર પ્રયાસ: માર્કેટને રોશનીનો શણગાર, કઠપુતળી, મંકી મેન, ટેડીબેરનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દેશ ભરમાં ઓનલાઇન ખરીદીનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે જેના લીધે સ્થાનિક વેપારીઓની મુશ્કેલીમાં વધી રહી છે અને ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે વેપારીભાઈઓ માટે દીપાવલી અને નૂતન વર્ષમાં ખુબ મોટા પ્રમાણમાં વેપારની આશા હોય છે ત્યારે એવા સમયે ઓનલાઇન ખરીદીના વ્યાપ વચ્ચે ગ્રાહકો નાના મોટા વેપારીની દુકાન સુધી નહિવત પોહચે છે જેના લીધે વર્ષ ભરની કામની કમાણી દિવાળી પર્વમાં થતી હોય છે જેના પરિણામે વેપાર ધંધામાં અસર જોવા મળેછે અને થોડે ઘણે અંશે નુકશાની થાય છે.
જૂનાગઢ શહેરનું ધંધા રોજગારની મુખ્ય બજાર ગણાતા માંગનાથ રોડ તેમજ પંચહાટડી અને આઝાદચોક વિસ્તારામોં ઓનલાઇન ખરીદીના લીધે ગ્રાહકોની નહિવત જોવા મળી રહ્યા છે ત્યારે માંગનાથ વેપારી એસોશીએશનના પ્રમુખ હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતુંકે ગ્રાહકોને આકર્ષવા માટે વેપારી મિત્રો દ્વારા આ વર્ષે નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં માંગનાથ રોડને રોશનીથી ઝળહળતો કરવામાં આવશે તેની સાથે ટેડી બિયરના પાત્રો જાહેર રસ્તા પર રાખીને બાળકો સહીત પરિવારને આનંદ કરાવામાં આવશે તેમજ રાજસ્થાનની પ્રચલિત કલા કઠપૂતળી સાથે મંકી મેન રાખવાનું આયોજન થયું છે જેના લીધે આવા અવનવા આકર્ષણના લીધે ગ્રાહકો દુકાનદાર સુધી પોહચે જેના લીધે વેપાર ધંધો વધશે અને વેપારીને આવકમાં ફાયદો થશે તેવો અભિગમ અપનાવ્યો છે. માંગનાથ રોડ પર વર્ષો પેહલા કાપડ,બુટ ચંપલ શણગાર સહીતની ચીઝ વસ્તુઓમ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થતું હતું જેમાં દિવસે દિવસે ઓનલાઇન ખરીદીનો વ્યાપ વધતા ઘટાડો થતો જાય છે અને ગ્રાહકો નાના વેપારી સુધી પોહચી શકતા નથી અને એની સીધી અસર શહેરમાં થતા ટર્ન ઓવર પર જોવા મળેછે ત્યારે ગ્રાહકો લોકલ ફોર વોકલનો આગ્રહ રાખવા વેપારી મિત્રો અપીલ કરી રહ્યા છે.
ઑનલાઇન ખરીદીમાં અનેક ગ્રાહકો છેતરાયાની ફરિયાદ
દેશભરમાં ઓનલાઇન ખરીદી દિવસે દિવસે વધતી જાય છે જેમાં અનેક કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેમાં ગ્રાહકે ઓનલાઇનમાં જોઈને મંગાવેલી ચીજ વસ્તુ કરતા અલગ ક્વોલિટીની તેમજ માપ સાઈઝના ફેરફાર જોવા મળેછે એતો ઠીક અનેકવાર ઓનલાઇન ચિઝવસ્તુમાં પથ્થર સહીત અન્ય ચિઝવસ્તુ નીકળ્યાના બનાવો સામે આવ્યા છે એન ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલ ગ્રાહક સાઇબર ફરિયાદ પણ નોંધાવી ચુક્યા છે ત્યારે સ્થાનિક વેપારીપાસેથી ખરીદીનો આગ્રહ રાખવા અને લોકલ ફોર વોકલ ખરીદી કરવા દેશના પ્રધાનમંત્રી પણ અનેકવાર અપીલ કરી ચુક્યા છે.