પોલેન્ડની મિસ વર્લ્ડ કેરોલીના બિલાવસ્કા કાશ્મીરમાં એક કાર્યક્રમમાં સામેલ થઈ: કાશ્મીરમાં શાંતિનો સુરજ ઉગતા સ્થાનિકો, વેપારીઓ, પર્યટકો શિકારા માલીકો ખૂશ
કાશ્મીરમાં શાંતિની સ્થાપના સાથે જ શ્રીનગરનુ ચિત્ર બદલાઈ ગયુ છે. અહીં ત્રણ દાયકા બાદ નાઈટ લાઈફ નીખરી રહી છે. દુકાનો, રેસ્ટોરન્ટ અને વિભિન્ન પ્રતિષ્ઠાન રાત્રી સુધી ખુલ્લા રહે છે.
- Advertisement -
શ્રીનગરનાં જુના વિસ્તારોમાં મોડીરાત સુધી હલચલ અને ગતિવિધીઓ ચાલુ રહે છે આથી સ્થાનિક લોકો, વેપારીઓ અને પર્યટકો ખૂબ જ ખુશ છે.શ્રીનગરનાં જુના વિસ્તારમાં રહેતા દુકાનદાર મકબુલ ભટ્ટ કહે છે કે સુરજ ઢળ્યા બાદ જે ખતરો રહેતો હતો તે હવે ગાયબ છે.
બંદુકો, હેન્ડ ગ્રેનેડ અને પથ્થરબારોની ભીડ હવે ભૂતકાળની વાત લાગે છે.
- Advertisement -
મીસ વર્લ્ડ કેરોલીના બિલાવરકા કાશ્મીર પહોંચી
મિસ વર્લ્ડ કેરોલીના બિલાવસ્કા સોમવારે એક કાર્યક્રમમાં સામેલ થવા કાશ્મીરની એક દિવસીય યાત્રાએ પહોંચી હતી. પોલેન્ડની બિલાવસ્કા અને ભારત તરફથી મિસ વર્લ્ડ પ્રતિનિધિ સીની શેટ્ટીએ અન્ય વિજેતાઓ સાથે અહીની ફાઈવસ્ટાર હોટેલમાં અન્ય ગણમાન્ય વ્યકિતઓ સાથે જોવા મળી હતી. આ તકે મિસ વર્લ્ડે જણાવ્યું હતું કે જો તક મળે તો તે પૂર્વ મિસ વર્લ્ડ અને એકટ્રેસ પ્રિયંકા ચોપડા સાથે કામ કરવા માંગે છે.
શિકારા માલીકોને મળવા લાગ્યુ છે કામ
કાશ્મીરમાં પરિવર્તન દાલ સરોવર સુધી ફેલાયુ છે.શિકારા માલીક મોહમ્મદ શાબાન કહે છે-કાશ્મીર હત્યા, પથ્થરમારો, વિરોધ પ્રદર્શનોની જગ્યાએ પર્યટન સ્થળ બની ગયુ છે.હવે સપ્તાહમાં સાતેય દિવસ કામ મળે છે.