ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ભાદરવા માસમાં પડેલા તડકાથી પોરબંદરમાં ગરમીનો માહોલ યથાવત રહ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી અને લઘુત્તમ 24.8 ડિગ્રી નોંધાયું છે. આકરા તડકાને કારણે દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ તો થાય જ છે, પણ સાંજ અને રાત્રે પણ ગરમી કમી થતી નથી. ખાસ કરીને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીથી નીચે ન જતાં, લોકોને રાત્રે પણ ગરમીથી રાહત નથી.આ વર્ષે ચોમાસા દરમ્યાન 63 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હોવા છતાં, ગરમીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. તડકાની અસરથી બફારું વધ્યું છે, અને બપોરે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે.
- Advertisement -
ગરમી અને બફારાની આ સ્થિતિને કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવ જેવા રોગોના કેસોમાં પણ વધારો નોંધાયો છે. લોકો આરોગ્ય અંગે ચિંતિત થઈ રહ્યા છે, અને ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોમાં આ રોગોના પ્રકોપ વધુ જોવા મળી રહ્યા છે. તાપમાનની આ પરિસ્થિતિને કારણે શહેરવાસીઓ અસ્વસ્થતા અનુભવતા હોય, ઠંડક મેળવવા માટેની તજવીજ અને આરોગ્ય અંગે વધુ જાગૃત બનવાનું મહત્વ ધરાવે છે.