રાજકોટ, ભાવનગર, અમદાવાદ, અમરેલી સહિત અનેક સ્થળોએ સવારમાં જ 26થી 29 ડિગ્રી તાપમાન
ગઇકાલે 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમદાવાદવાસીઓ શેકાયા
- Advertisement -
રાજયનાં કુલ એક ડઝન સ્થળોએ 40થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી હિટવેવની અસર હેઠળ લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહયા છે. અનેક સ્થળોએ બપોરે 42થી44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઇ રહયું છે. તો, બીજી તરફ રાજકોટ સહિત અનેક સ્થળોએ સવારે 9 વાગ્યાથી જ, ગરમીનો અનુભવ થવા લાગે છે. આજે સવારે જ રાજકોટમાં 28.4 ડિગ્રી તથા અમદાવાદમાં 26.1, અમરેલીમાં 25.4, ભાવનગરમાં 28, દમણમાં 26, ડિસામાં 26.5, દ્વારકામાં 26.6, ઓખામાં 26.4, સુરતમાં 26.5 ડિગ્રી સાથે લોકો ગરમીનો અનુભવ કરવા લાગ્યા હતા.
દરમિયાન આજે પણ હિટવેવ ક્ધડીશન યથાવત હોય લોકોને 42થી 44 ડિગ્રી સુધી ગરમી સહન કરવી પડશે તે નકકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજયમાં ગરમીએ બોકારો બોલાવી દીધો હતો. અને એક ડઝન સ્થળોએ 40થી 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું ગઇકાલે સુરેન્દ્રનગર ખાતે 44.3, અમદાવાદમાં 44.2 તથા અમરેલીમાં 43.5, ગાંધીનગરમાં 43, ભુજમાં 43.2 તથા રાજકોટમાં 42.5, કેશોદમાં 40.3, ભાવનગરમાં 40.5, ડિસામાં 41.2, પડોદરામાં 41.8, સુરતમાં 40.2 અને કંડલા એરપોર્ટ ખાતે 40.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
- Advertisement -
દરમિયાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સુર્યનારાયણ જાણે ધરતી ઉપર અગ્નિ વરસાવતા હોય તેમ રોજબરોજ ગરમીનો પારો ઉંચો જઇ રહયો છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના 11.30 બાદ સાંજના 5 કલાક સુધી રોડ પર નીકળવું મુશ્કેલ બની ચુકયું છે. ગરમ લુ સાથેનો પવનથી લોકો પશુ પક્ષીઓ ત્રાહીમામ પોકારી રહયા છે. એપ્રિલ માસમાં ગરમીનો પારો 40 ડીગ્રીએ રહયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોમવારે 42.3 ડિગ્રી મંગળવારે 42.5 ડિગ્રી બુધવારના 43 ડિગ્રીએ પારો પાર કરી ગયો છે. ગત 8 એપ્રિલના પણ ગરમીનો પારો 43 ડિગ્રીએ ઉંચો જવા પામ્યો હતો. હજુ ગરમીમાં રાહત થાય તેવન અણસાર મળી રહયા છે. સાથે ભારે પવન પ્રતી કલાક 6 કી.મી.ની ઝડપે તેજથી ફુંકાય રહયો છે. ભેજનું પ્રમાણ સવારે 90 ટકા સાથેનું નોંધાયું હતું જે બપોરના 22 ટકા થઇ જવા પામ્યું છે. છાશ ગોલા, પાણી, તરબુચ, ટેટીના વેંચાણમાં ભારે વધારો નોંધાયો છે.


