ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢની અગ્રણી સામાજિક સંસ્થા મધુરસોશિયલ ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે શહેરના ઐતિહાસિક સ્થાને વરિષ્ઠ નાગરિકો અને કાયદાના ઉપાસક સંવિધાનના પ્રહરી ધારાશાસ્ત્રીઓ દ્વારા તિરંગો લહેરાવી પ્રજાસત્તાકની ઉજવણી કરવામાં આવી હતી.
મધુર સોસિયલ ગ્રુપ માનવસેવા, રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, ગરીબ જરૂરિયાત મંદોને રાશન કીટનું વિતરણ, ભૂકંપ પૂર હોનારત અને વૈશ્વિક આપત્તિ ની કટોકટી ભરી સ્થિતિમાં માનવ સહાય માટે હંમેશા અગ્રેસર રહે છે સમાજસેવાની સાથે સાથે સામાજિક એકતા અને રાષ્ટ્રભાવ ઉજાગર કરવા માટે પણ મધુર સોશિયલ ગ્રુપ દર રાષ્ટ્રીય પર્વ ની વિશિષ્ટ ઉજવણી માટે જાણીતી છે, ધ્વજવંદન ના કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગને વિશિષ્ટ મહત્વ પ્રદાન કરી સફાઈ કામદાર થી લઈ અધિકારીઓ વિશેષ નાગરિકો સ્વતંત્ર સેનાની શિક્ષકો મહિલા રત્નો દ્વારા ઐતિહાસિક સ્થળો ધર્મ સ્થળો મસ્જિદ મકબરા થી લઇ વન વિસ્તારમાં તિરંગો લહેરાવવાની મધુરની ભાવના એ રાષ્ટ્રપ્રેમ ને એક આગવી ઓળખ આપી છે.
- Advertisement -
આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઐતિહાસિક સ્થાને કરવામાં આવી હતી જેમાં ધારા શાસ્ત્રી એ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં મધુરસોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અમીષ ગોસાઈ સબિહા બેન ગુજરાતી રેહનુમા સોરઠિયા ઈમરાન સોરઠિયા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



