-ચીનના નાગરિકે મુંબઈ મેરીટાઈમને મદદ માટે કોલ કર્યો હતો
ભારતીય કોસ્ટ ગાર્ડે ગઈકાલે રાત્રે અરબી સમુદ્રમાં ફસાયેલા ચીનના નાગરિકનો જીવ બચાવ્યો હતો. કોસ્ટ ગાર્ડને મદદ માટેના કોલ આવતા તરત જ જવાબ આપીને બચાવ કાર્ય શરુ કર્યું હતું. કોસ્ટ ગાર્ડે રાત્રી દરમિયાન ઓપરેશન પાર પાડ્યું હતું.
- Advertisement -
Indian Coast Guard pulls off daring operation, evacuates Chinese national
Read @ANI Story | https://t.co/2NiaKZlkjU#IndianCoastGuard #Operation #ChineseNational pic.twitter.com/YWW52BGPhD
— ANI Digital (@ani_digital) August 17, 2023
- Advertisement -
ચીની નાગરિકને હાર્ટ એટેક આવ્યો હતો
ગઈકાલે અરબી સમુદ્રમાં એક ચીની નાગરિકને હાર્ટ એટેક આવ્યો હતો. આ નાગરિકે મુંબઈના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશનને મદદ માટે કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી હતી. Dong Fang Kan Tan No 2 અરબ સાગરમાં 200 નોટિકલ માઈલ દૂર સ્થિત હતું. આ કામ માટે ALH માર્ક 3 હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું.
In a daring operation, @IndiaCoastGuard #ALH MK-III evacuates a #Chinese national from MV Dong Fang Kan Tan No 2 around 200 Km mid-sea amidst challenging night conditions & extreme weather. Patient was reported chest pain &cardiac arrest symptoms.#SAR #ArabianSea#MaritimeSafety pic.twitter.com/THG0nBZjhi
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 17, 2023
કોસ્ટ ગાર્ડે મધરાતે ઓપરેશન પાર પાડ્યું
આ ફોન રાત્રે આવ્યો હતો અને સામાન્ય રીતે દરિયામાં રાત્રિના સમયે ઓપરેશન ચલાવવું ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોસ્ટ ગાર્ડે હાર ન માની. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘણા કલાકોની જહેમત બાદ આ ચીની નાગરિકને એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કર્યું અને ચીની નાગરિકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.