સ્કૂલ હેલ્થ યોજનામાં થઈ બાળકોની કાર્ડિયાક સર્જરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં બાળકોમાં હૃદય રોગની બીમારી વધી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં બાળકોની કાર્ડિયાક સર્જરી વધી છે. તેમાં બે વર્ષમાં 3200 કાર્ડિયાક સર્જરી કરાઈ છે. જેમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. તેમજ 2021-2022માં 1743 બાળકોની કાર્ડિયાક સર્જરી કરાઈ હતી. તથા 2022- 2023માં 1457 બાળકોની કાર્ડિયાક સર્જરી કરાઈ છે.
- Advertisement -
સ્કૂલ હેલ્થ યોજનામાં બાળકોની કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. તેમાં 732 બાળકોની કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે. તથા 1457 બાળકોની કાર્ડિયાક સર્જરી થઈ છે. જ્યારે 991 બાળકોની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. બાળકો અને પુખ્ત વયના દર્દીની સાથે સિવિલ કેમ્પસની હાર્ટ હોસ્પિટલમાં 2021માં 2.24 લાખ આઉટ ડોર અને 35 હજારથી વધુ દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડી હતી, 2022માં કેસના આંકડા વધ્યા છે, આ અરસામાં 2.77 લાખ દર્દીને આઉટડોર અને 40 હજારથી વધુ દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ છે.
5 વર્ષમાં થયેલી કાર્ડિયાક સર્જરી પર નજર
2018-2019 – 1847
2019-2020 – 1684
2020-2021 – 1106
2021-2022 – 1743
2022-2023 – 1457