ચાલુ ટીપર વાન અને ટેમ્પો ટ્રાવેરામાં એટેક આવી જતાં બંનેના મૃત્યુ: રેલનગરના યુવક અને પરપ્રાંતીય શ્રમિકના હ્રદય ધબકારા ચૂકી ગયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં એક તરફ દેશ આઝાદ થયાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો હતો બીજી તરફ રાજકોટમાં એક જ દિવસમાં ચાર લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું છે ટીપરવાનના ડ્રાયવરને ચાલુ ગાડીએ એટેક આવતા ટીપર વાન ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી તેમજ ટેમ્પો ટ્રાવેરાના ચાલકે ગાડીનો સેલ્ફ માર્યો ત્યારે જ તેને એટેક આવી જતાં તેનું મૃત્યુ થયું હતું તેમજ રેલનગરમાં 40 વર્ષીય યુવકનું અને ગોંડલ રોડ ઉપર કારખાનામાં 50 વર્ષીય શ્રમિકને હ્રદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો.
શહેરના મોરબી રોડ પર સાગર પાર્કમાં રહેતાં અને આરએમસીની કચરા ગાડીમાં હંગામી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં ગોવિંદભાઇ અમરશીભાઇ સુરેલા ઉ.54 ગુરુવારે સવારે કચરા ગાડી લઇને દોઢસો રીંગ રોડ પર શિતલ પાર્કથી અયોધ્યા ચોક તરફ જતાં હતાં ત્યારે ચાલુ ગાડીએ હાર્ટએટેક આવી જતાં ગાડી ફૂટપાથ પર ચડી દિવાલ સાથે અથડાઇ હતી ચાલક ગોવિંદભાઇ બેભાન થઇ ગયા હોઇ લોકોએ 108 મારફત હોસ્પિટલમાં ખસેડ્યા હતાં જો કે ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કરતાં હોસ્પિટલે દોડી આવેલ પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
યુનિવર્સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગોવિંદભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા નંબરના તથા સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે તેમજ કોઠારીયા રોડ હુડકો શાક માર્કેટ પાસે રહેતાં મિલનભાઇ અમૃતભાઇ ભાખોડીયા ઉ.43 નામનો યુવાન ગુરુવારે વહેલી સવારે કેકેવી ચોકથી જવા પોતાની ટેમ્પો ટ્રાવેલર ચાલુ કરતાં જ તબિયત બગડતાં ગાડી ઉભી રાખી દીધી હતી ચાલુ ગાડી જોઇ નજીકથી મિત્રો દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.
- Advertisement -
પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાણવા મળ્યું છે મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરના હતાં સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ગુરૃવારે સવારે દ્વારકાનું ભાડુ લઇને જવાનું હોઇ જેથી પોતાની ગાડીમાં કેકેવી ચોકના બ્રીજ નીચે જ સુઇ રહ્યા હતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મુળ યુપીના અને હાલ ગોંડલ રોડ ઉપર કારખાનામાં રહી મજૂરી કરતાં કિસ્મતઅલી મોહરમઅલી ઇદ્રશી ઉ.50ને ગુરૃવારે સવારે કામે જવાનું હોઇ મોડે સુધી ન જાગતાં બીજા કર્મચારીએ ઓરડીમાં તપાસ કરતાં બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ મૃત જાહેર કર્યો હતો મૃતકને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા હોવાનું અને પોતે ચાર ભાઇમાં નાના હોવાનું જાણવા મળ્યું છે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત રેલનગર મેરીગોલ્ડ હાઇટ્સમા રહેતાં જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.40 નામના યુવાન પંદરમી ઓગષ્ટના સવારે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
તેઓ સિકયુરીટીમાં નોકરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરી અને પોતે બે ભાઇમાં નાના હોવાનું જાણવા મળ્યું છે હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ જણાવ્યું હતું પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.



