એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ પીઆઈએલમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
આ ડેટા અનુસાર, કેરળના 20માંથી 19 સાંસદો (95%) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 11 ગંભીર કેસ છે. તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 (82%) સાંસદો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના 21 માંથી 16 (76%) સાંસદો, ઝારખંડના 14 માંથી 10 (71%) અને તમિલનાડુના 39 માંથી 26 (67%) સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશના લગભગ 50% સાંસદો સામે ફોજદારી કેસ છે.
- Advertisement -
માહિતી અનુસાર, હરિયાણાના 10 અને છત્તીસગઢના 11 સાંસદોમાંથી ફક્ત એક-એક સાંસદ પર જ ફોજદારી આરોપો લાગ્યા છે. પંજાબના 13માંથી 2 સાંસદો, આસામના 14માંથી 3 સાંસદો, દિલ્હીના 7 માંથી 3 સાંસદો, રાજસ્થાનના 25 માંથી 4 સાંસદો, ગુજરાતના 25 માંથી 5 સાંસદો અને મધ્યપ્રદેશના 29 માંથી 9 સાંસદો સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે.
રાજકારણના ગુનાહિતીકરણ પર સુપ્રીમ કોર્ટે ચિંતિત
સુપ્રીમ કોર્ટે રાજકારણના ગુનાહિતકરણને એક મોટો મુદ્દો ગણાવ્યો છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે ફોજદારી કેસમાં દોષિત ઠર્યા પછી કોઈ વ્યક્તિ સંસદમાં કેવી રીતે પાછો ફરી શકે છે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે આ મુદ્દે ભારતના એટર્ની જનરલ પાસેથી મદદ માંગી. બેન્ચ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9 ની બંધારણીય માન્યતાને પડકારવા પર કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.