શું શહેરમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પડાવવા માટે જ હાથ ધરાય છે?
સ્વચ્છતા અભિયાનના મોટા-મોટા બણંગા ફુંકતા સત્તાધીશોના રાજમાં શહેરના સર્વેશ્વર ચોકમાં ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. શહેરમાં ઠેક-ઠેકાણે સ્વચ્છતા ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે શું માત્ર ફોટા પડાવવા પૂરતી જ રોડ- રસ્તાની સાફ-સફાઇ કરવામાં આવતી તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સર્વેશ્વર ચોક ખાણી-પીણી માટે પણ પ્રખ્યાત છે. ત્યારે અહીં એક બાજુ ફુડ સ્ટોલ છે તો બાજુમાં જ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે.
આમ, ગંદકીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઇ રહ્યા છે અને રોગચાળો ફેલાવવાનો ભય પણ રહે છે. શહેરના મેઇન-મેઇન રોડ, રસ્તા અને વિસ્તારોમાં સફાઇ માત્ર નામ પૂરતી જ કરવામાં આવે છે. પણ શહેરના મેઇન વિસ્તાર સર્વેશ્વર ચોકની ગંદકી શા માટે તંત્રને દેખાતી નથી.