પરશુરામ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પરશુરામ ફાઉન્ડેશનનાં ચેરમને,શહેર ભાજપ મંત્રી અને ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડીરેકટર શૈલેષભાઇ દેવનાં જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ સેવાકિય કાર્ય કરવામાં આવ્યાં હતાં. જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમા કૃપોષિત બાળકોને હેલ્ધી કીટ વિતરણ, આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, ગ્રે કાર્ડ અને બે લાખનો પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક યોજનામાં 50 થી વધુ લોકોએ લાભ લીધો હતો.
- Advertisement -
25 જેટલા કુપોષિત બાળકોને હેલ્ધી કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રૂષિકેશ સ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામી,ધારાસભ્ય ભીખાભાઇ જોષી,ચંદ્રેશભાઇ હેરમા, સંજયભાઇ મણવર સહિતનાં હાજર રહ્યાં હતાં.