ગ્લોકોમાના નિદાન માટે જરૂરી પેરીમીટ્રી ટેસ્ટની મશીન લાંબા સમયથી બંધ હાલતમાં
કૉંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે દર્દીઓ સાથે કલેક્ટરને રજૂઆત, તાત્કાલિક હસ્તક્ષેપની માંગ
- Advertisement -
સિવિલમાં નિ:શુલ્ક મળતા ડેશફેરલ ઇન્જેકશન ત્રણ વર્ષથી ઉપલ્બધ ન હોવાથી બજારમાંથી ઉંચી કિંમતે ખરીદવા દર્દીઓ મજબૂર
તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વડાપ્રધાનના રાજકોટ પ્રવાસ દરમિયાન રજૂઆત કરવાની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા અઈંઈંખજ રાજકોટમાં સારવાર માટે આવતા સમગ્ર સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સરકારી આરોગ્ય તંત્રની ગંભીર અને બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે દર્દીઓ અને તેમના સગાઓને સાથે રાખી રાજકોટ કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે આરોગ્ય વિભાગની નિષ્ફળતા કારણે ત્રણ અત્યંત ગંભીર મુદ્દાઓ ઉભા થયા છે, જે સીધા દર્દીઓના જીવન સાથે જોડાયેલા છે. થેલેસેમિયા મેજર દર્દીઓને દર 10-15 દિવસે બ્લડ ચડાવવું પડે છે, જેના કારણે શરીરમાં આયર્નનું પ્રમાણ વધે છે. આ વધેલા આયર્નને નિયંત્રિત કરવા રોજ 4થી 6 ઉયતરયફિહ ઈંક્ષષયભશિંજ્ઞક્ષ લેવાં ફરજિયાત છે. નિયમ મુજબ આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી મફત આપવાના હોય છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્જેક્શન ઉપલબ્ધ નથી. બજારમાં તેની કિંમત રૂ.300 પ્રતિ ઇન્જેક્શન હોવાથી દરરોજ રૂ.1200થી 1500નો ખર્ચ ગરીબ પરિવારો માટે અશક્ય બન્યો છે.
પરિણામે દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. નવાર્ટિસ કંપની દ્વારા બનાવાતી આ દવા ખાનગી બજારમાં ઉપલબ્ધ હોવા છતાં સરકારી સ્તરે વહીવટી ગૂંચવણના કારણે દર્દીઓને વંચિત રાખવામાં આવી રહી હોવાનું આરોપ છે. રાજકોટ સિવિલ અને અઈંઈંખજમાં આંખના રોગો ખાસ કરીને ગ્લોકોમાના નિદાન માટે જરૂરી પેરીમીટ્રી ટેસ્ટની મશીન લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ ટેસ્ટ વિના દર્દીની દૃષ્ટિમાં થતો ઘટાડો સમયસર પકડાતો નથી અને કાયમી અંધાપાનો ખતરો રહે છે. વારંવાર રજૂઆતો છતાં મશીન રિપેર કે નવી મશીન મુકવાની કોઈ કાર્યવાહી ન થવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘા ટેસ્ટ કરાવવાની ફરજ પડે છે.
રોહિતસિંહ રાજપૂતે ચેતવણી આપી કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસ દરમિયાન દર્દીઓના સગાઓ સાથે આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તંત્રની બેદરકારીથી જો કોઈ દર્દીનો જીવ જશે તો તેની જવાબદારી સરકારની રહેશે. તેમજ બેદરકાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવે તેવી અંતમાં માગ કરાઇ હતી.
સિવિલમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીની અછત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ 5 એમ્બ્યુલન્સ, 1 શબવાહિની અને 1 છોટા હાથી સહિત કુલ 7 વાહનો ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાહનો કોઈના કોઈ કારણોસર ખોટકાયેલા અથવા તો બંધ હાલતમા જ હોય જેથી ગંભીર અછત સર્જાઈ છે. નિયમ મુજબ સરકારી એમ્બ્યુલન્સ પ્રતિ કિલોમીટર રૂ. 2 ના દરે મળવી જોઈએ, પરંતુ સરકારી વાહનો ન મળતાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ માટે પ્રતિ કિલોમીટર રૂ. 8 જેટલો ખર્ચ કરવો પડે છે. મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનો માટે પણ એકમાત્ર શબવાહિની ઉપલબ્ધ ન હોવાથી પાર્થિવ દેહને વતન લઈ જવામાં ભારે આર્થિક અને માનસિક પીડા સહન કરવી પડે છે. હોસ્પિટલના પીઆરઓ જણાવ્યા મુજબ સરકાર સમક્ષ 5 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરવામાં આવી છે, પરંતુ માંગણી ક્યારે પૂર્ણ થશે અને ત્યાં સુધી ગરીબ દર્દીઓને ક્યારે રાહત મળશે તે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. આ પરિસ્થિતિનો લાભ લઈ ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિની સંચાલકો ગરીબ દર્દીઓ પાસેથી મનફાવે તેવા ઊંચા દરો વસૂલી રહ્યા છે જે સરાજાહેર લૂંટ સમાન છે.



