107ને શિક્ષાત્મક કાર્યવાહી અંગે નોટિસ, 39 ફિક્સ વેતન ધરાવતા કર્મીઓ તાત્કાલિક હાજર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા 147 આરોગ્ય કર્મીઓ એ પોતાની નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. જેના કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી અને દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ હડતાલ સામે આરોગ્ય વિભાગે સખત વલણ અપનાવી તમામ 147 કર્મચારીઓને નોટિસ પાઠવી હતી. જેમાં 39 ફિક્સ વેતન ધરાવતા કર્મચારીઓ નોટિસ મળતાની સાથે બીજે જ દિવસે ફરજ પર હાજર થઈ ગયા હતા. જયારે 107 કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
- Advertisement -
હડતાલ કેમ અને કોના પ્રશ્ર્નો માટે?
ફિક્સ પગાર અને નિયમિત પગાર ધરાવતા મ.પ.હે.વ., ફિ.હે.વ., મ.પ.હે.સુ, ફિ.હે.સુ, તાલુકા મ.પ.હે.સુ, તાલુકા ફિ.હે.સુ તેમજ સુપરવાઇઝરો હડતાલમાં સામેલ.
આરોગ્ય વિભાગે સેવાઓ શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં.
107 કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે નોટિસ અપાઈ.
નોટિસ બાદ તાત્કાલિક અસર
- Advertisement -
આ નોટિસ બાદ 39 ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓ તરત જ ફરજ પર હાજર થઈ ગયા, જેના પગલે આરોગ્ય વિભાગની સેવાઓ ધીમે ધીમે સાજી થવા લાગી છે. આ અંગે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે જેઓ હજી પણ હડતાલ પર છે, તેમના પર વહીવટી અને કાનૂની પગલાં લઈ શકાશે. સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં ફરીથી સેવાઓ ચકાસવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય કર્મચારીઓ પણ ફરજ પર પાછા ફરશે તેવી શક્યતા છે.