ક્રુડતેલ-ઉત્પાદકીય ચીજોના ભાવ ઘટાડાની અસર
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મોંઘવારી યથાવત રહેવા વચ્ચે હવે જથ્થાબંધ ફુગાવો 7 વર્ષની સૌથી નીચી માઈનસ 3.48%ની સપાટીએ પહોંચી ગયો છે. આ સતત બીજા માસમાં ફુગાવો નેગેટીવ કે માઈનસ ઝોનમાં રહ્યો છે. જેમાં ફયુલ અને પાવરનો ફુગાવાનો આંક માઈનસ 9.17 નોંધાયો છે. જે એપ્રિલ માસમા 0.93% હતો જયારે ઉત્પાદકીય ફુગાવો માઈનસ 2.42 માંથી 2.07 થયો છે.
- Advertisement -
ખાસ કરીને ક્રુડતેલના નીચા ભાવ તેમજ બેઝીક મેટલના ભાવમાં પણ ઘટાડો થતા ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતા તેમજ નોનફુડ આર્ટીકલ પણ સસ્તા થતા તે માઈનસ 3.48% નોંધાયો છે. હવે આગામી સમયમાં છુટક ફુગાવામાં પણ તેવો ઘટાડો દેખાશે. જો કે હાલમાં જ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ફુગાવો હજું પણ 5% કે તેથી વધુ ઉંચી સપાટીએ રહેશે તેવું જણાવીને વ્યાજદર યથાવત રાખ્યા હતા તો બીજી તરફ નેરૂત્યનું ચોમાસુ કેવું રહે છે તેના પર એકંદર આધાર રહેશે.