આજકાલ માર્કેટમાં આવતાં સ્માર્ટફોનમાં એકથી વધુ કેમેરા હોવા સામાન્ય છે. ખાસ કરીને ત્રણ કેમેરાવાળા સ્માર્ટફોન ખૂબ લોકપ્રિય છે. મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ ટ્રિપલ કેમેરાવાળા ફોન લોન્ચ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રણ કેમેરાનું કામ શું છે ?
વધુ સારી ફોટોગ્રાફી
ત્રણ કેમેરાની મદદથી અલગ-અલગ પરિસ્થિતિઓમાં વધુ સારાં ફોટા લઈ શકાય છે. ઉદાહરણ તરીકે, જો બિલ્ડિંગ અથવા મોટાં જૂથની તસવીર લેવી હોય, તો વાઇડ એંગલ કેમેરાનો ઉપયોગ કરી શકાય છે.
- Advertisement -
જો દૂરનાં ઑબ્જેક્ટ પર ઝૂમ ઇન કરીને ફોટો ક્લિક કરવા માંગતા હો, તો ઝૂમ કેમેરાનો ઉપયોગ કરી શકાય છે. પ્રાથમિક કેમેરાનો ઉપયોગ કરીને નજીકનાં ફોટા ક્લિક કરી શકાય છે.
બહેતર વિડિયો
ત્રણ કેમેરા વધુ સારાં વિડિયો લેવામાં પણ મદદ કરે છે. ઝૂમ કરીને વીડિયો બનાવી શકાય છે. અથવા વાઈડ એંગલ અને પ્રાઈમરી કેમેરાનો ઉપયોગ કરીને વીડિયો રેકોર્ડ પણ કરી શકાય છે.
વધુ ક્રિએટીવ
ત્રણ કેમેરા રાખવાથી ફોટાને વધુ ક્રિએટીવ બનાવી શકાય છે. ફોટા વિવિધ ખૂણાઓથી ક્લિક કરી શકાય છે.
- Advertisement -
ફોટોગ્રાફી ક્ષમતા
ત્રણ કેમેરા રાખવાથી સ્માર્ટફોનની ફોટોગ્રાફી ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. વિવિધ પરિસ્થિતિઓમાં વધુ સારાં ફોટા અને વિડિયો લઈ શકાય છે . જો સારા કેમેરાવાળો સ્માર્ટફોન શોધી રહ્યાં છો, તો ત્રણ કેમેરાવાળો સ્માર્ટફોન એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
ત્રણ કેમેરાના પ્રકારો
પ્રાથમિક કેમેરા :
આ મુખ્ય કેમેરા છે જેનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આ સામાન્ય ફોટા લેવા માટે છે.
ટેલિફોટો કેમેરા :
આ કેમેરાનો ઉપયોગ ઝૂમ કરીને તસવીરો લેવા માટે થાય છે. આના દ્વારા દૂરની વસ્તુઓ પણ નજીકથી જોઈ શકાય છે.
અલ્ટ્રાવાઈડ કેમેરા :
આ કેમેરા વિશાળ શ્રેણીમાં તસવીરો લેવા માટે છે. આની મદદથી એક જ ફ્રેમમાં વધુને વધુ વસ્તુઓ કેપ્ચર કરી શકાય છે.




