ઓનલાઈન છેતરપીંડી અટકાવવા ટ્રાઈના આદેશના પગલે જીયો,એરટેલ, વી.આઈ.બીએસએનએલ નિયમ લાગુ કરશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને કૌભાંડો અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણાં પગલાં લીધાં છે. તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ એક મોટો નિર્ણય હતો. તમને જણાવી દઈએ કે TRAI એ ઓગસ્ટમાં કોમર્શિયલ મેસેજ અને ઘઝઙને લગતા ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. ટ્રાઈએ તેના અમલીકરણની તારીખ ઘણી વખત બદલી છે.
- Advertisement -
ટ્રાઈએ સમયમર્યાદા લંબાવી છે
ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ TRAI OTP મેસેજની ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય હતો. Jio, Airtel, Vi અને BSNLની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા 31 નવેમ્બર સુધી લંબાવી હતી. હવે જ્યારે તેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂરી થવા જઈ રહી છે, ત્યારે ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રેક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવો પડશે.
જો Jio, Airtel, Vi અને BSNL 1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરે છે, તો OTP મેસેજ આવવામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં જો તમે બેંકિંગ અથવા રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો, તો તમને OTP મેળવવામાં સમય લાગી શકે છે.
વાસ્તવમાં ટ્રાઈએ આવું પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી OTP સંદેશાઓ દ્વારા લોકોના ઉપકરણોને ઍક્સેસ કરે છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓ પર આનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે.તેના પગલે ટેલીકોમ કંપનીઓ નવા નિયમ અમલી બનાવશે.