સુરેશચંદ્ર ધોકાઇ
મિડલ ઇસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ભારત-પાક. વચ્ચે યુધ્ધ અટક્યું?
- Advertisement -
વિશ્ર્વ જાણે છે કે ગત 22.04.25ના કાશ્મીરના પહેલગામ માં આપણા નિર્દોષ સહેલાણીઓ ઉપર પાક પ્રેરિત આંતકવાદી સંગઠનના આંતકવાદીઓએ ધર્મ આધારિત ખુલ્લેઆમ હત્યાકાંડ સર્જી આપણી સુરક્ષા એજન્સીઓ અને શાસકોને ખુલ્લો પડકાર ફેંક્યા બાદ તેમના પર પગલા ભરવાના બદલે પાકિસ્તાન દ્વારા તેમની તરફેણ કરવામાં આવતા વિશ્ર્વને ભારત દ્વારા હવે તો યુદ્ધ તેજ કલ્યાણ થનાર હોવાનું જણાતા વિશ્ર્વ દ્વારા પાકિસ્તાન દ્વારા આ યુધ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગના ભય વચ્ચે યુધ્ધના થાય તે માટે સમજાવવાના પ્રયત્નો વચ્ચે આપણા દ્વારા યુધ્ધની તૈયારીઓ ચાલુ કરાતા અને વિશ્ર્વને એક સ્પષ્ટ સંદેશો હવે બહુ થયું અને વિશ્ર્વના આંતકવાદીઓને ઊભા કરવાની ફેક્ટરીઓ ચલાવતા પાકિસ્તાનની આ ફેક્ટરીઓનો નાશ વિશ્ર્વ શાંતી અર્થે જરૂરી હોય સનાતન ધર્મના યુધ્ધ તેજ કલ્યાણ ન્યાયે યુધ્ધ તો થશે..થશે અને થશે.
પણ સ્થળ સમય અમો નક્કી કરીશું તેવા સ્પષ્ટ સંદેશો આપ્યા બાદ ડરી ગયેલા પાકિસ્તાન દ્વારા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલથી લઈ વિશ્ર્વના દેશોને ભારતને યુધ્ધ કરતા અટકાવવાના પ્રયાસો હાથ ધરાતા અને ભારતની કૂટનીતિ પર જરાપણ ભરોસોના રાખનાર પાકિસ્તાન દ્વારા હવે વિશ્ર્વના દેશોને મધ્યસ્થી થવા માટે જે તે દેશો પર પોતાના રાજદ્વારીઓ અને ડિફેન્સ અધિકારીઓને રવાના કરી કાંઈક પણ યુધ્ધના થાય તેવું કરવા વિનવી રહ્યા છે. ત્યારે ભારતની દેશપ્રેમી પ્રજા જેમ જેમ દિવસો વીતી રહ્યા છે. તેમ તેમ વધુ ને વધુ યુધ્ધ ઉન્માદ વચ્ચે યુધ્ધ થાય તેની રાહ જોઈ રહેલ છે.
પરંતુ છેલ્લા એક સપ્તાહમાં વિશ્ર્વના જીઓ પોલિટિક્સમાં દિવસે દિવસે આવેલા આમ પરિવર્તનો જેવા કે પરમાણુ હથિયારો પરની નવેસરથી સંધિ કરવાના અને તેના પરમાણુ અને મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પર નિયંત્રણ મૂકવાના મુદ્દે છેલ્લા ત્રણ સપ્તાહથી ઓમાનમાં દર શનિવારે ચાલતી મંત્રણાના બે રાઉન્ડ સફળ થયા બાદ ત્રણ તારીખ નો ત્રીજો રાઉન્ડ કોઈક પ્રશ્ર્ને અનિર્ણાયક રહેતા આ મંત્રણાનો દોર પડી ભાંગતા અને અનિશ્ચિત મુદત માટે અટકાવવામાં આવ્યા બાદ ઈરાનથી ઉત્પાદિત થતા ક્રૂડ ઓઈલને રિફાઇન કરતી કંપનીઓ પર પ્રતિબંધ લગાવતા અને ઈરાન દ્વારા ભારતને પાક સાથેના વિવાદમાં મધ્યસ્થી થવાની ઓફર કર્યા બાદ મિડલ ઇસ્ટમાં નવી જીઓ પોલિટિક્સ ઊભી થયેલ છે.
જ્યારે બીજી બાજુ અમેરિકા દ્વારા આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાનને 400 બિલિયન ડોલરની આર્થિક સહાય જાહેર કરવા સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની ગણાતી કંપનીઓને માટે પાક દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી તેમના દ્વારા ચલાવાતી આંતકવાદીઓની ફેક્ટરીઓ પણ અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોના કહેવાથી ચલાવાતી હોવાના ચોંકાવનારા નિવેદન બાદ પણ અમેરિકા માટે તેમના દ્વાર ખોલવા જેવા એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યા બાદ અમેરિકા દ્વારા તેમના દ્વારા ચાલુ કરવામાં આવેલ ટેરિફ વોરમાં પણ વિશ્ર્વના દેશો સાથે ઓન હોલ્ટ પર રાખ્યા બાદ ચાઇના સાથે પણ આજ નીતિ અપનાવતા અને બીજી બાજુ હવે યુરોપિયન યુનિયનના દેશો પણ ભારતને આ આંતકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પૂરતા પ્રમાણમાં પુરાવાઓના હોવાનું જણાવી યુધ્ધના કરવા જણાવી આ યુધ્ધ થાય તો પોતાની સ્પષ્ટ પોલિસી જાહેર કર્યા બાદ પૂર્વના દેશોની જીઓ પોલિટિક્સમાં પણ પરિવર્તન આવ્યાનું જણાય છે.
ત્યારે મિડલ ઇસ્ટમાં પણ છેલ્લા એક સપ્તાહથી ઈઝરાઈલમાં બની રહેલા આગ લગાવવાની ઘટના કે એરપોર્ટ પાસે થયેલા હ્યુતી આંતકવાદીના હુમલા બાદ છેલ્લા બે મહિનાથી શાંત રહેલ મિડલ ઇસ્ટમાં પણ ફરીને યુધ્ધનું વાતાવરણ સર્જાતા ત્યાંની જીઓ પોલિટિક્સમાં પણ હવે ફરીને નવા સમીકરણો રચાય તેવી શક્યતા જણાય છે.
- Advertisement -
જ્યારે આપણે જેને વર્ષ 1971માં આઝાદી અપાવેલા તે બાંગ્લાદેશમાં હાલ પ્રવર્તતી રહેલી શાંતી ભારત-પાક. વચ્ચે યુધ્ધ થાય તો તે પાકિસ્તાન તરફે રહે તેવી સંભાવનાઓ વચ્ચે ત્યાં ગમે ત્યારે તખ્તાપલટ થાય. તે દિવસો પણ બહુ દૂર નથી. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં બનેલ વિશ્ર્વ જીઓ પોલિટિક્સના પરિવર્તને હાલ ભારત પાક સાથે યુધ્ધ ચાલુ કરતા પહેલા વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં મૂક્યાનું નકારી શકાતું નથી.
ત્યારે બીજી બાજુ આપણું સૈન્ય તો યુધ્ધ માટે તૈયાર છે. જે કારણે હવે પૂર્ણ સમય ના યુદ્ધ ના બદલે ભારત દ્વારા પ્રોક્ષી યુદ્ધ ગમે ત્યારે ચાલુ કરશે તેમાં પણ કોઈ શંકાને સ્થાન ના હોવાનું વિશ્ર્વ જોઈ રહ્યાનું જણાય છે.
મિડલ ઇસ્ટમાં પણ છેલ્લા એક સપ્તાહથી ઈઝરાઈલમાં બની રહેલા આગ લગાવવાની ઘટના કે એર પોર્ટ પાસે થયેલ હ્યુતી આંતકવાદીના હુમલા બાદ છેલ્લા બે મહિનાથી શાંત રહેલ મિડલ ઇસ્ટમાં પણ ફરીને યુધ્ધનું વાતાવરણ સર્જાતા ત્યાંની જીઓ પોલિટિક્સમાં પણ હવે ફરીને નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે