સુકન્યા સમૃદ્ધિ યોજના અને લગ્ન-સહાય યોજનાની વિધવા પેન્શન સુધીની યોજનાઓ આવ્યા બાદ હવે ‘કુંવારા’ ઓ માટે પણ પેન્શન સ્કીમ આવી છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળની સરકારે રાજયના 1.25 લાખ કુવારામાં જેઓ 45થી60 વર્ષની વયના છે. તેઓને માસીક પેન્શન આપવા જાહેરાત કરી છે અને તે ફકત ‘કુંવારા’ઓ એટલે કે પુરુષો જ નહી ‘કુવારી’ મહિલાઓને પણ મળશે.
ખટ્ટરે આ જાહેરાત ઈન્સ્ટન્ટ કરી હતી. તેઓ રવિવારે કર્નાલના કમાલપુરા ગામમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે 60 વર્ષના એક કુંવારા-વૃદ્ધ સજજને તેઓની કોઈ આજીવિકા નહી હોવાનું જણાવીને પેન્શનની માંગ કરી મુખ્યમંત્રીએ તુર્તજ જાહેર કરી દીધુ અને રૂા.1.80 લાખ સુધી આવક ધરાવતા ‘કુંવારા-કુંવારી’ પેન્શન યોજનાની જાહેરાત પણ કરી દીધી હતી અને એક માસમાં તે લાગુ કરી દેવાશે.
- Advertisement -
60 વર્ષ બાદ આ તમામ વૃદ્ધોની વ્યાખ્યામાં આવી જતા તેઓને આ રીતે પણ પેન્શન મળશે અને તેઓ 45થી60 વર્ષના હોય તે સમયે માસીક રૂા.2750 પેન્શન મળશે. હરિયાણા સરકારે આ યોજના પાછળનો તર્ક રજુ કર્યો કે રાજયમાં સ્ત્રી-પુરુષ જન્મદર વચ્ચે તફાવત છે અને સ્ત્રી જન્મદર ઓછો છે તે હવે સુધરી રહ્યા છે અને 1000 પુરુષોએ 917 સ્ત્રીઓ છે.
આથી થોડા તો કુંવારા તો રહી જ જવાના… અને જો કુંવારા પુરુષોને પેન્શન અપાય તો મહિલાઓને શા માટે નહી તે પ્રશ્ન પૂછાય તે પુર્વે જ કુંવારી મહિલાઓને આ પેન્શનમાં સામેલ કરી દીધા છે.