આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે,ત્યારે ભારત સરકારે જાહેરાત કરી હતી કે જે પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે,કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર એક્શનમાં છે જેમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારે કલેકટર અને એસપીને સૂચના આપી છે,જેમાં જે હિંદુ શરણાર્થીઓ છે તેમની સામે કંઈ કાર્યવાહી નહી કરાય.રાજય સરકારે ગુજરાતના કલેકટર અને એસપીને આ અંગે સૂચના પણ આપી દીધી છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનીઓને દેશ છોડવા કહી દીધું છે ત્યારે ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરાઈ છે.. કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત આવેલા પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરાઇ છે. ગૃહ વિભાગે કેન્દ્ર સરકાર પાસેથી સંકલન કરી વિગતો મેળવી છે.
ગુજરાતમાં એટીએસ, એસઓજી સહિતની એજન્સીઓને કામે લગાવાઇ છે. ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પણ શોધી કાર્યવાહી કરવા આદેશ કરાયોછે. ગૃહ વિભાગ કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જેટલા લોકોને દેશ છોડવાનું અલટીમેટમ અપાયું છે તે તમામને લઇને પોલીસ સતર્ક છે. અલ્ટીમેટમ બાદ પણ જો કોઇ પાકિસ્તાની અહીંથી પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તાકાતની તુલના ચર્ચામાં લાવી દીધી છે. મંગળવાર, 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ વખતે હુમલાખોરોએ સામાન્ય પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા.



