ગાંધીગ્રામના વિશાલ ચાઇનીઝ પંજાબીમાંથી 4 કિલો મન્ચુરિયન, ગ્રેવી, લોટ સહિત 12 કિલો વાસી જથ્થાનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોદકના લાડુ સહિતની વિવિધ મિઠાઇઓનું વેંચાણ વધુ માત્રામાં થતું હોવાથી વેપારીઓ ભેળસેળ કરતા હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળેથી મોદકના લાડુ સહિતની મીઠાઈના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા મહેશભાઇ શિવલાલ મોલીયાની માલિકી પેઢી “જે.જે. સ્વીટ્સ ડેરી ફાર્મ”, સીતારામ સોસાયટી, મોરબી રોડના જગદીશભાઇ દામજીભાઇ ગરસંદિયા પાસેથી લેવામાં આવેલો ખાદ્યચીજ “રાજભોગ શિખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલો છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે “વિશાલ ચાઇનીઝ પંજાબી” લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામની તપાસ કરતાં 4 કિ.ગ્રા. મંચુરિયન, 4 કિ.ગ્રા. ગ્રેવી, 2 કિ.ગ્રા. સંભારો, 2 કિ.ગ્રા. બાંધેલો લોટ મળીને અંદાજીત કુલ 12 કી.ગ્રા. વાસી અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
સાત સ્થળેથી મોતીચૂર મોદકના નમૂના લેવાયા
ગણેશ મહોત્સવને લઈને ફૂડ વિભાગે લાડુના નમૂના લીધા છે. સંત કબીર રોડ પર આવેલી ગજાનંદ જોધપુર સ્વીટ, સાક્ષી ગૃહ ઉદ્યોગ, તિરુપતિ સોસાયટી, કોઠારીયા ચોકડી, શિવ શક્તિ ગૃહ ઉદ્યોગ, 4- મવડી પ્લોટ, જય બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રીનગર, ભોગીરામ મીઠાઈવાલા, પુનિતનગર શેરી નં.4/એ,ખેતેશ્ર્વર સ્વીટ, સુભાષનગર મેઇન રોડ,શ્રી અમૃત ડેરી એન્ડ આઇસ્ક્રીમમાંથી લૂઝ મોદકના નમૂના લેવાયા છે.