પારદર્શક વહીવટ અને રોકડ ચૂકવણીથી ખેડૂતોમાં આનંદ, અડદની 13,500 બોરીની આવક નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવા વર્ષનો પ્રારંભ થતાં જ હારીજ માર્કેટયાર્ડ ફરી વેપારથી ધમધમી ઉઠ્યું છે. સવારથી જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ટ્રેક્ટર અને વાહનો મારફતે મોટી સંખ્યામાં પોતાની પાકની ઉપજ વેચવા માટે ઉમટી પડ્યા હતા.
- Advertisement -
માર્કેટયાર્ડના સેક્રેટરી વિનોદભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નવા વર્ષની શરૂઆતથી આજદિન સુધી માર્કેટયાર્ડમાં કુલ અંદાજિત 13,500 બોરી અડદની આવક થઈ છે. હરાજી દરમિયાન ખેડૂતોને અડદના ભાવ રૂ. 950 થી રૂ. 1500 સુધી મળી રહ્યા છે.
આ ઉપરાંત, 200થી વધુ વાહનો મારફતે કપાસ પણ વેચાણ માટે માર્કેટયાર્ડમાં આવ્યો હતો, જેના ભાવ ખેડૂતોને અંદાજિત રૂ. 1300 થી રૂ. 1525 સુધીના સારા મળી રહ્યા છે. એરંડા, મેથી અને જીરુંની આવકોમાં પણ વધારો જોવા મળ્યો હતો. વેપારીઓ અને માર્કેટયાર્ડના પારદર્શક વહીવટ, ખરો તોલ અને રોકડ નાણાં તેમજ મહત્તમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.



