ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી જલારામ સેવા સમિતિ હારીજ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની અવિરત સેવા માટે જય જલિયાણ સેવા કેમ્પ હારીજ દ્વારા છેલ્લા દશ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યાત્રીઓ માટે સવારમાં ચા, નાસ્તો, બે ટાઈમ ભોજન,પીવાનું મીઠું પાણી, આરામ માટે મોટો વિશાલ ડુમ સહિતની મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી હતી છે .
- Advertisement -
તેમજ દિવસભરની થાકાન ને દૂર કરવા પદયાત્રીઓના મનોરંજન માટે ટાઇગર બિટ્સ કડી ચામુંડા સાઉન્ડ હારીજ તથા ચામુંડા ફિલ્મ લાઈવ ગુજરાતના સથવારે જાણીતા નાના મોટા કલાકારોએ માતાજીના ગુણલા ગાઈ ભક્તજનોને મોજ કરાવી હતી જય જલિયણ સેવા કેમ્પ દ્વારા તારીખ 12,9,2024 થી 17,9,2024 સુધી અંબાજી પગપાળા દર્શનાર્થે જતા લાખો માઇ ભક્તોની અવિરત સેવા કરવામાં આવી હતી. જલારામ સેવા સમિતિના યુવાન હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું છેલ્લા દસ વર્ષથી જય જલિયાણ સેવા સમિતિ દ્વારા જય જલિયાણ સેવા કેમ્પનું દાતા ગામ સર ભવાની હાઈસ્કૂલ ખાતે તમામ મિત્ર મંડળ અને સેવાભાવી યુવાનોના સાત સહકારથી સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં પગપાળા જતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે જેને લઇ સતત અવિરત સેવાઓ આપી શ્રધ્ધાળુઓના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી..