કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે હારીજ પંથકની નર્મદા કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ હારીજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓ દ્રારા મૃતકોની લાશને બહાર કાઢવામાં આવી હતી.પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.પાટણ જીલ્લાના હારીજની પીપલાણા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળીઆવી છે. આજે બપોરના સમયે કોઇ રાહદારી કેનાલ નજીકથી પસાર થતાં દરમ્યાન યુવક-યુવતિની લાશ જોતાં ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં તેમને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને બહાર કાઢી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યા હતા. આ તરફ પોલીસે મૃતકોની ઓળખ કરવા અને કયા કારણોસર આવુ પગલું ભર્યુ તે બાબતે તપાસ તેજ કરી છે.
- જેઠી નિલેષ પાટણ